ગંજીપાનાંની જેમ વિખેરાઇ 3 માળની ઇમારત, જુઓ વીડિયો

ગંજીપાનાંની જેમ વિખેરાઇ 3 માળની ઇમારત, જુઓ વીડિયો

07/27/2024 National

SidhiKhabar

SidhiKhabar

ગંજીપાનાંની જેમ વિખેરાઇ 3 માળની ઇમારત, જુઓ વીડિયો

નવી મુંબઇના શાહબાઝ ગામમાં શનિવારે વહેલી સવારે 3 માળની ઇમારત ધરાશાયી થઇ ગઇ. મીડિયો રિપોર્ટ્સ મુજબ, આ બિલ્ડિંગમાં 26 પરિવાર રહેતા હતા. જોકે, ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRFની ટીમે સમય રહેતા મોટા ભાગના લોકોને બહાર કાઢી લીધા હતા. અત્યારે પણ 2 લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. બચાવ કાર્ય ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ઇમારત ખૂબ જ નબળી થઇ ગઇ હતી. નવી મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર કૈલાશ શિંદેએ જણાવ્યું કે સવારે લગભગ 5:30 વાગ્યે ઇમારત ધરાશાયી થઇ હતી.


મકાન માલિક સામે થશે કાર્યવાહી

મકાન માલિક સામે થશે કાર્યવાહી

કમિશનર કૈલાશ શિંદેએ કહ્યું કે, આ એક G+3 ઇમારત છે. શાહબાઝ ગામ બેલાપુર વોર્ડ અંતર્ગત આવે છે. ઇમારતમાં 13 ફ્લેટ હતા. 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને 2 લોકો ફસાયા હોવાની આશંકા છે. NDRFની ટીમો સ્થળ પર છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર શિંદેએ તેના પર વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ઇમારતના કાટમાળમાંથી બચાવવામાં આવેલા 2 લોકોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો આ ઇમારત માત્ર 10 વર્ષ જૂની છે. તે પડી જવા પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ તેમણે બિલ્ડિંગના માલિક સામે કાર્યવાહી કરવાની વાત પણ કહી.


વરસાદના કારણે હાલત ખરાબ

વરસાદના કારણે હાલત ખરાબ

એક અઠવાડિયા અગાઉ દક્ષિણ મુંબઇમાં પણ આવી જ એક ઘટના થઇ હતી. 4 માળની રેસિડેન્શિય ઇમારતની બાલકનીનો એક ભાગ ધરાશાયી થઇ ગયો હતો. તેની નીચે દબાઇ જવાથી 80 વર્ષના એક વૃદ્વ એક મહિલાનું મોત થઇ ગયું હતું. તો આ ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. તમને જણાવી દઇએ કે છેલ્લા કેટલાક દિવસોથી મુંબઇ અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રસ્તાઓ, રેલવે ટ્રેક અને રેસિડેન્શિય વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. તો તુલસી તળાવ, જ્યાથી મુંબઇમાં પાણી સપ્લાઇ તકલાનાં આવે છે, તે ભારે વરસાદના કારણે ઓવરફ્લો થવા લાગ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top