કોણ છે લેડી ઓફિસર ઓશિન શર્મા? સરકારે કેમ લીધા પગલાં, સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ

કોણ છે લેડી ઓફિસર ઓશિન શર્મા? સરકારે કેમ લીધા પગલાં, સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ

09/19/2024 National

SidhiKhabar

SidhiKhabar

કોણ છે લેડી ઓફિસર ઓશિન શર્મા? સરકારે કેમ લીધા પગલાં, સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ

હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક નામ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે- 'ઓશિન શર્મા'. હિમાચલ પ્રદેશના મંડી વિસ્તાર હેઠળના સંધોલમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા ઓશિનની બદલી કરવામાં આવી છે. ત્યારબાદ ઓશિન સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. ઈન્સ્ટાગ્રામ પર તેમના 3 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેઓ સોશિયલ મીડિયા પર પોતાની એક્ટિવિટીને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે. કામમાં વિલંબ બાદ નોટિસ ફટકારવામાં આવી હતી, ત્યારબાદ તેમની બદલી કરવામાં આવી છે.


તેમની બદલી કેમ કરવામાં આવી?

તેમની બદલી કેમ કરવામાં આવી?

વાસ્તવમાં મંડીના ડેપ્યુટી કમિશનર અપૂર્વ દેવગન ઑગસ્ટના છેલ્લા સપ્તાહમાં ધરમપુરના પ્રવાસે હતા. તેમણે ધરમપુર તાલુકા, સંધોલ અને સબ-તહેસીલ મંડપ અને ટીહરાના રેવન્યૂ રેકોર્ડની તપાસ કરી, ત્યારબાદ ઈન્તકાલ, જમાબંધી સહિતના ઘણા કેસ લાંબા સમયથી પેન્ડિંગ જણાયા હતા. ત્યારબાદ તેમણે ઓશિન શર્માને કારણ બતાવો નોટિસ આપી હતી. આ ઉપરાંત 11 કર્મચારીઓને પણ નોટિસ ફટકારવામાં આવી છે.


હવે તેમને પોસ્ટિંગ ક્યાં મળી?

હવે તેમને પોસ્ટિંગ ક્યાં મળી?

મહેસૂલ કાર્યમાં બેદરકારી બદલ નોટિસ ફટકાર્યા બાદ, હિમાચલ સરકારે તેમની બદલી કાર્મિક વિભાગમાં આગામી નિમણૂક સુધી કરી દીધી છે. ચાર્જ સંભાળ્યા બાદ મહિલા અધિકારી ઓશિને પણ કડક વલણ દાખવ્યું હતું. ખનન માફિયાઓને પકડી પાડવાના ઈરાદે રાત્રીના સમયે કોતરોમાં પહોંચ્યા હતા. તે દરમિયાન તેમનો વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. તે દરમિયાન લોકોએ તેમના વખાણ પણ કર્યા હતા. પરંતુ જ્યારે તેમનું કામ જમીની સ્તર પર જોવામાં આવ્યું ત્યારે તેમાં વિલંબ થતો જોવા મળ્યો હતો. ત્યારબાદ તેમને નોટિસ ફટકાવામાં આવી હતી. ઓશિન શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 3 લાખ 53 હજાર ફોલોઅર્સ છે. તો ફેસબુક પર તેમના 2 લાખ 96 હજાર ફોલોઅર્સ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top