આવો દીકરો કોઇને ન મળે: માતાની કરપીણ હત્યા બાદ કંઇક એવું કર્યું કે જાણીને જજોનો પણ પરસેવો છૂટ્યો
બોમ્બે હાઇકોર્ટે મંગળવારે કોલ્હાપુર કોર્ટના 2017ના ચૂકાદાને યથાવત રાખ્યો હતો, જેમાં એક વ્યક્તિને તેની માતાની હત્યા કરવા અને પછી તેના શરીરના અંગો ખાવા બદલ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને પૃથ્વીરાજ ચવ્હાણની ડિવિઝન બેન્ચે કહ્યું કે, કોર્ટ દોષી સુનિલ કુચકોરવીની ફાંસીની સજાને યથાવત રાખે છે. તે સુધારે તેવી કોઇ શક્યતા નથી. આ નરભક્ષણનો મામલો છે અને ક્રૂરતાની શ્રેણીમાં આવે છે. દોષીએ ન માત્ર તેની માતાની હત્યા કરી, પરંતુ તેણે તેના શરીરના અંગો- મગજ, હૃદય, કિડની અને આંતરડા પણ બહાર કાઢ્યા હતા અને તેને તપેલીમાં રાંધી રહ્યો હતો.
હાઇકોર્ટે કહ્યું કે દોષી સુધારે તેવી શક્યતા નથી કારણ કે તે નરભક્ષી પ્રવૃત્તિનો છે. જો તેને આજીવન કેદની સજા આપવામાં આવે તો તે જેલમાં પણ આવો જ ગુનો કરી શકે છે. દોષી કુચકોરવીને વીડિયો કોન્ફરન્સ દ્વારા નિર્ણયની જાણકારી આપવામાં આવી હતી.
તમને જણાવી દઇએ કે, આરોપી સુનિલ કુચકોરવીએ 28 ઑગસ્ટ 2017ના રોજ કોલ્હાપુર શહેરમાં પોતાના આવાસ પર પોતાની 63 વર્ષીય માતા યલ્લામા રામા કુચકોરવીની નિર્દયતાથી હત્યા કરી હતી. બાદમાં તેણે મૃત શરીરને કાપ્યું અને તેના શરીરના કેટલાક ભાગોને તપેલીમાં તળીને ખાધા હતા. મૃતકે આરોપીને દારૂ ખરીદવા માટે પૈસા આપવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ તેણે પોતાની જ માતાની હત્યા કરી દીધી હતી. આરોપી સુનિલ કુચકોરવીને કોલ્હાપુર કોર્ટે 2021માં ફાંસીની સજા ફટકારી હતી. તે યરવડા જેલમાં (પુણે) બંધ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp