કેબિનેટની રચના બાદ રાજ્યોને 1,39,750.92 કરોડ રૂપિયાનું ટેક્સ ડીવોલ્યૂશન, જાણો ગુજરાતને કેટલા મળ

કેબિનેટની રચના બાદ રાજ્યોને 1,39,750.92 કરોડ રૂપિયાનું ટેક્સ ડીવોલ્યૂશન, જાણો ગુજરાતને કેટલા મળ્યા

06/11/2024 Business

SidhiKhabar

SidhiKhabar

કેબિનેટની રચના બાદ રાજ્યોને 1,39,750.92 કરોડ રૂપિયાનું ટેક્સ ડીવોલ્યૂશન, જાણો ગુજરાતને કેટલા મળ

કેન્દ્રમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બની અને સોમવારે કેબિનેટની રચના થઈ અને બધાને તેમના ખાતા ફાળવી દેવામાં આવ્યા. નાણા મંત્રાલયની જવાબદારી ફરી એક વખત નિર્મલા સીતારમણને આપવામાં આવી છે. વિભાગોની ફાળવણી બાદ નાણા મંત્રાલયે મોટો નિર્ણય લેતા રાજ્યોને 1,39,750.92 કરોડ રૂપિયાનું ટેક્સ ડીવોલ્યુશન (Tax Devolution) જાહેર કરવાને લીલી ઝંડી દેખાડી. એ હેઠળ સૌથી વધુ ઉત્તર પ્રદેશને આપવામાં આવી છે.


બિહારને મળી મોટી રકમ:

બિહારને મળી મોટી રકમ:

PTI મુજબ જ્યાં કેન્દ્ર તરફથી કરવામાં આવેલી ફાળવણીમાં સૌથી ઉપર યોગી આદિત્યનાથની સરકરવાળા ઉત્તર પ્રદેશને કરવામાં આવી છે. કેન્દ્ર તરફથી ઉત્તર પ્રદેશને 25,069.88 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. તો ગઠબંધનના મજબૂત સહયોગી નીતિશ કુમારનું નેતૃત્વવાળું બિહાર બીજા નંબર પર છે. નાણા મંત્રાલયે બિહાર માટે 14,065.12 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. આ લિસ્ટમાં સૌથી વધુ પૈસા હાંસલ કરનાર ત્રીજું રાજ્ય મધ્ય પ્રદેશ છે અને તેના માટે 10970.44 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.


રાજ્યોના ગ્રોથમાં કરવામાં આવશે ખર્ચ:

રાજ્યોના ગ્રોથમાં કરવામાં આવશે ખર્ચ:

વચગાળાના બજેટ 2024-25માં રાજ્યોના ટેક્સ હસ્તાંતરણ માટે 12,19,783 કરોડ રૂપિયાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. રાજ્યોને ટેક્સ ડીવોલ્યુશન જાહેર કરતાં નાણામંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જૂન 2024 માટે ડીવોલ્યૂશન રકમની નિયમિત રીલિઝ સિવાય એક અતિરિક્ત ઇન્સ્ટોલમેન્ટ જાહેર થશે. તેને રાજ્ય સરકારો વિકાસ અને પૂંજીગત ખર્ચમાં તેજી લાવવા માટે ઉપયોગ કરી શકશે. આ હિસાબે જોઈએ તો અતિરિક્ત ઇન્સ્ટોલમેન્ટ સાથે સોમવાર 10 જૂને હસ્તાંતરિત કુલ રકમ (નાણાકીય વર્ષ 2024-25 માટે) 2,79,500 કરોડ રૂપિયા છે.


ગુજરાતને 4860.56 કરોડ રૂપિયા ફાળવાયા:

ગુજરાતને 4860.56 કરોડ રૂપિયા ફાળવાયા:

અન્ય રાજ્યોને મળેલા પૈસાની વાત કરીએ તો નાણામંત્રાલય તરફથી પશ્ચિમ બંગાળને 10513.46 કરોડ રૂપિયા, મહારાષ્ટ્રને 8828.08 કરોડ, રાજસ્થાનને 8421.38 કરોડ, ઓરિસ્સાને 6327.92 કરોડ રૂપિયા, તામિલનાડુને 5700.44 કરોડ રૂપિયા, આંધ્ર પ્રદેશને 5655.72 કરોડ રૂપિયા, ગુજરાતને 4860.56 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. દેશના 28 રાજ્યોને જાહેર કરવામાં આવેલી રકનમાં ઝારખંડને 4621.58 કરોડ, કર્ણાટકને 5096.72 કરોડ રૂપિયા, પંજાબને 2525.32 કરોડ, હિમાચલ પ્રદેશને 1159.92 કરોડ, કેરળને 2690.20 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. એ સિવાય મણિપુર અને મેઘાલયને ક્રમશઃ 1000.60 અને 1071.90 કરોડ રૂપિયા મળ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top