ઝારખંડમાં અપક્ષ ઉમેદવાર અને ભાજપના સમર્થકો વચ્ચે અથડામણ, જાણો શું છે મામલો
Jharkhand Assembly Election 2024 Voting: 2024ની ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે બીજો તબક્કામાં આજે મતદાન થઇ રહ્યું છે. આ દરમિયાન કટ્રાસ કૉલેજ મતદાન મથકની બહાર સ્લિપ વહેંચવાને લઈને ભાજપના સમર્થકો અને અપક્ષ ઉમેદવાર રોહિત યાદવના સમર્થકો વચ્ચે વિવાદ થઇ ગયો હતો. બંનેના સમર્થકો એક-બીજા સાથે બાખડી પડ્યા હતા અને આ મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસે બંનેના સમર્થકોને શાંત પાડ્યા હતા. તો મધુપુરમાં પોલિંગ ઓફિસરની ધરપકડ કરવામાં આવી છે.
चुनाव आयोग @ECISVEEP मधुपुर विधानसभा के बूथ नंबर 111 के मतदान पदाधिकारी को झामुमो के पक्ष में मतदान कराने के कारण गिरफ़्तार कर लिया गया है — Dr Nishikant Dubey (@nishikant_dubey) November 20, 2024
चुनाव आयोग @ECISVEEP मधुपुर विधानसभा के बूथ नंबर 111 के मतदान पदाधिकारी को झामुमो के पक्ष में मतदान कराने के कारण गिरफ़्तार कर लिया गया है
ભાજપના નેતાનું કહેવું છે કે રોહિત યાદવના સમર્થકો ફોટાવાળી વૉટિંગ સ્લિપ વહેંચી રહ્યા હતા. ભાજપના સમર્થકો દ્વારા અપક્ષના સમર્થકોને ત્યાંથી ખસી જવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ બંને વચ્ચે બોલા-બોલી થવા લાગી. ત્યારબાદ, ભારતીય જનતા પાર્ટીના સમર્થકોએ રોહિત યાદવના સમર્થકોની તમામ સ્લિપ છીનવી લીધી અને તેમાં આગ લગાવી દીધી. રાખવામાં આવેલી ખુરશીઓ અને ટેબલ ફેંકી દીધી, ત્યારબાદ ત્યાં હાજર વહીવટીતંત્રએ દરમિયાનગીરી કરવી પડી. વહીવટીતંત્રએ બંને પક્ષોના લોકોને ત્યાંથી ભગાવી દીધા, ત્યારે મામલો થાળે પડ્યો હતો.
આ મામલે રોહિત યાદવ યુદ્વ બ્રિગેડના સોનુ શર્માએ કહ્યું કે રોહિત યાદવની સ્લિપ વહેંચવામાં આવી રહી હતી જ્યારે ભાજપના લોકો પણ ત્યાં ભાજપની સ્લિપ વહેંચી રહ્યા હતા. આ દરમિયાન ભાજપના સમર્થક સિન્ટુ મિશ્રા અને અન્ય લોકોએ પરચી ઉપાડીવે આગને હવાલે કરી દીધી અને ખુરશીઓ આમ-તેમ ફેંકી દીધી, જ્યારે ભારતીય જનતા પાર્ટીના મંડળ પ્રમુખ સુખદેવ મિશ્રાએ કહ્યું કે એવી કોઈ વાત નથી. કેટલાક લોકો રોહિત યાદવના ફોટાવાળી સ્લિપ વહેંચી રહ્યા હતા, જેનો ભાજપના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. પોલીસે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp