“...મમતા બંગાળમાં તે ‘શેતાન’ છે!” આખરે કોંગ્રેસ નેતા અધીરરંજન ખૂલીને મમતા સામે બોલ્યા! “એ દિલ્હ

“...મમતા બંગાળમાં તે ‘શેતાન’ છે!” આખરે કોંગ્રેસ નેતા અધીરરંજન ખૂલીને મમતા સામે બોલ્યા! “એ દિલ્હીમાં સંત બની જાય છે, પણ...

07/27/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

“...મમતા બંગાળમાં તે ‘શેતાન’ છે!” આખરે કોંગ્રેસ નેતા અધીરરંજન ખૂલીને મમતા સામે બોલ્યા! “એ દિલ્હ

Adhir Ranjan Chudhari vs Mamata Banerjee: પશ્ચિમ બંગાળના સીએમ અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી દિલ્હીમાં નીતિ આયોગની બેઠક દરમિયાન સરકાર પર ગુસ્સે થયા અને તેમના અવાજને દબાવવાનો આરોપ લગાવ્યો. મમતા મીટિંગની વચ્ચે જ બહાર નીકળી ગઈ અને આરોપ લગાવ્યો કે તેમનું માઈક બંધ થઈ ગયું છે. આના જવાબમાં સરકારે કહ્યું કે આ સંપૂર્ણ જુઠ્ઠાણું છે. બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ પણ મમતા વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. અધીર રંજન ચૌધરીએ મમતા પર એક પછી એક આરોપો લગાવ્યા અને ત્યાં સુધી કહ્યું કે મમતા ખોટું બોલી રહી છે. દિલ્હી જઈને તેઓ પોતાને બોલવા ન દેવાતા હોવાની ફરિયાદ કરે છે, અને પોતે બંગાળમાં સરમુખત્યારશાહી ચલાવે છે!


મમતા સતત ખોટું બોલી રહી છે: અધીર રંજન ચૌધરી

મમતા સતત ખોટું બોલી રહી છે: અધીર રંજન ચૌધરી

મમતા બેનરજી પહેલેથી જ પોતાની મુનસફી પ્રમાણે સરકાર ચલાવવા માટે જાણીતા છે. જો કે કેન્દ્રિય સ્તરે ભાજપને સત્તાથી દૂર રાખવાનું ધ્યેય લઈને ચાલતા વિપક્ષો ક્યારેય મમતાના સરમુખત્યારશાહી વલણ પ્રત્યે એક હરફ સુધ્ધ નથી ઉચ્ચારતા. પણ હવે કોંગ્રેસના જ વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પ્રમુખ અધીર રંજન ચૌધરીએ મમતા વિષે સત્ય બોલવાની હિમ્મત દેખાડી છે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, “દિલ્હીમાં તે (મમતા) સંત જેવી લાગે છે, પરંતુ કોલકાતા આવતા જ તેનો દેખાવ બદલાઈ જાય છે. બંગાળમાં અઘોષિત કટોકટી છે. સરમુખત્યારશાહીનું સ્વરૂપ દરરોજ જોવા મળે છે. મમતા સતત ખોટું બોલી રહી છે કે તેમને બોલવાની તક આપવામાં આવી નથી. આ મને આશ્ચર્યચકિત કરે છે. શું થવાનું છે તે અંગે મમતા અગાઉથી નિવેદન આપે છે.”

અધીરે બંગાળમાં ફેલાવવામાં આવેલી અરાજકતા વિષે પણ શબ્દો ચોર્યા વિના કહ્યું હતું. અધીરે કહ્યું કે, “ચૂંટણી હોય કે ન હોય, બંગાળમાં જે પ્રકારની અરાજકતાનો સામનો કરવો પડી રહ્યો છે. નગરપાલિકાની ચૂંટણીમાં અમને મતદાન કરવાની તક મળી નથી. મમતા બળપ્રયોગ દ્વારા ચૂંટણી જીતે છે. લોકસભાની ચૂંટણી દરમિયાન, કેન્દ્ર દ્વારા ત્યાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા જેથી અમુક જગ્યાએ શાંતિપૂર્ણ રીતે મતદાન થયું પરંતુ અમે ચોક્કસપણે કહી શકીએ નહીં કે દરેક જગ્યાએ મતદાન શાંતિપૂર્ણ રીતે થયું હતું.”


“જલપાઈગુડીમાં શું થયું તે બધાએ જોયું!”

“જલપાઈગુડીમાં શું થયું તે બધાએ જોયું!”

અધીરે કહ્યું કે વિપક્ષી કાર્યકરોના પ્રતિનિધિઓને બળજબરીથી માર મારવા અથવા લાંચ આપીને તેમની પાર્ટીમાં જોડાવા માટે મજબૂર કરવામાં આવે છે. જો કોઈ તેમની આજ્ઞા માનવાનો ઇનકાર કરશે, તો તેઓને મારી નાખવામાં આવશે. જલપાઈગુડીમાં અમારા કાર્યકરને ઝાડ સાથે બાંધીને નિર્દયતાથી મારી નાખવામાં આવ્યો! “મમતા બેનર્જી જ્યારે દિલ્હી આવે છે ત્યારે તે સંત બની જાય છે પરંતુ બંગાળમાં તેમનો પક્ષ શેતાન છે!”

અધીર રંજન લાંબા સમયથી મમતા બેનર્જીની સરમુખત્યારશાહી વિરુદ્ધ બોલી રહ્યા છે. લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસે પ.બંગાળમાં મમતા સાથે ગઠબંધન કર્યું, ત્યારે પણ અધીરે ચેતવણી આપેલી, કે આ ગઠબંધનથી બંગાળમાં મમતા બેનર્જીના અત્યાચારો સામે લડી રહેલા પાયાના કોંગ્રેસી કાર્યકરનું મનોબળ તૂટી જશે. જો કે દસ વર્ષથી દિલ્હીની સત્તાથી દૂર રહેલા પક્ષે પોતાના જ વરિષ્ઠ નેતાની વાત કાને ધરી નહોતી. આખરે અધીરે આજે ફરી વખત ખૂલીને મમતા બેનરજી વિષે નિવેદન આપ્યું હતું, અને મમતાને ‘શેતાન’ સાથે સરખાવ્યા હતા. હવે કોંગ્રેસ પક્ષ અધિરને ગંભીરતાથી લે છે, કે ખૂણામાં ધકેલી દે છે જાણવું રસપ્રદ થઇ પડશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top