શું ખરેખર ભૂત-પ્રેત જોઈને રડતાં હોય છે કુતરાઓ રોજ રાત્રે? શું તેઓ મૃત્યુના દેવને પણ જોઈ શકે છે? જાણો
હાલમાં સમગ્ર દેશમાં રખડતા કૂતરાઓનો મુદ્દો ચર્ચાસ્પદ છે. સુપ્રિમ કોર્ટે પણ જાહેર સ્થળોએ રખડતા શ્વાનોને માનવ સમાજ માટે જોખમી ગણાવતો ચુકાદો આપ્યો છે. એ પછી શ્વાનપ્રેમીઓ તેમજ બીજા જીવદયાપ્રેમીઓ ચિંતામાં મુકાયા છે. શ્વાનને મનુષ્યનો સૌથી વફાદાર મિત્ર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, શ્વાન પોતાની સાથે લાગણીથી જોડાયેલ મનુષ્યના મનોભાવ પણ સમજી શકે છે. પણ શું તમને લાગે છે કે, માણસ મૃત્યુ પામે એ પછી પણ શ્વાન એમને જોઈ શકે?
તમે રાત્રે કારણ વિના રડતા કૂતરાઓનો અવાજ સાંભળ્યો હશે. તમે જોયું હશે કે, કૂતરા દિવસ કરતાં રાત્રે વધુ ભસે છે. ઘણા લોકો માને છે કે, કૂતરાઓ રાત્રે ભૂત જુએ છે, તેથી તેઓ ભસવાનું શરૂ કરે છે અને જ્યારે તેઓ ભૂતથી ડરે છે, ત્યારે તેઓ રડવા લાગે છે.
લોકવાયકા તો એવી પણ છે કે, જ્યારે કોઈક વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય, ત્યારે એના ઘરની આસપાસ રહેતા કૂતરાઓમાં રુદનનું પ્રમાણ વધી જાય છે. જૂની પેઢીના અમુક લોકો માને છે કે, કૂતરાઓને માત્ર ભૂત જ નહિ, પણ યમરાજના પણ દર્શન થાય છે. આથી જ્યારે કોઈકનું મૃત્યુ નિશ્ચિત હોય અને યમરાજની એંધાણી વર્તાતી હોય ત્યારે શ્વાનો રુદન શરુ કરી દે છે!
શું આ વાત સાચી હશે? આ અંગે વિજ્ઞાન શું કહે છે?
શ્વાનની આંખોમાં માણસો કરતાં વધુ ગતિએ જોવાની ક્ષમતા હોય છે. આ જ કારણ છે કે, જ્યારે કૂતરાઓ નકારાત્મક ઉર્જા જુએ છે, ત્યારે તેઓ ભસવાનું શરૂ કરે છે, પરંતુ વિજ્ઞાન આ દાવાઓને બિલકુલ માનતું નથી.
વિજ્ઞાન અનુસાર, કૂતરાઓ રાત્રે ભસે છે કારણ કે તેઓ એકલતા અનુભવે છે. એટલું જ નહિ પણ માણસોની માફક શ્વાનને પણ ડર લાગતો હોય છે. આથી રાત્રે પોતાનો ડર છુપાવવા માટે ભસે છે. વિજ્ઞાન અનુસાર, કૂતરાઓની ઇન્દ્રિયો માણસો કરતાં વધુ સંવેદનશીલ હોય છે, જેના કારણે તેઓ એવી વસ્તુઓ પણ અનુભવી શકે છે જે આપણે અનુભવી શકતા નથી. પરંતુ આનો અર્થ એ નથી કે તેઓ ભૂત જુએ છે.
નોંધ: અહીં આપેલી માહિતી ધાર્મિક શ્રદ્ધા અને લોક માન્યતાઓ પર આધારિત છે. આ માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp