શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા વિરુદ્ધ 60 કરોડની છેતરપિંડીનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના ઉદ્યોગપતિ પતિ રાજ કુન્દ્રા ફરી મુશ્કેલીમાં મુકાયા છે. શિલ્પા-રાજ અને અન્ય એક વ્યક્તિ સામે એક ઉદ્યોગપતિ સાથે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ છેતરપિંડી 60 કરોડ સુધીની કરવામાં આવી છે. મુંબઈ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘ઉદ્યોગપતિ દીપક કોઠારીએ આરોપ લગાવ્યો છે કે શિલ્પા અને રાજે મળીને તેમની સાથે 60 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી. કોઠારીનું કહેવું છે કે તેમણે આ પૈસા વર્ષ 2015 થી વર્ષ 2023 વચ્ચે બિઝનેસ વધારવાના નામે આપ્યા હતા, પરંતુ વાસ્તવમાં તેને વ્યક્તિગત ખર્ચમાં ઉડાવવામાં આવ્યા હતા. હવે કેસની તપાસ EOWને સોંપવામાં આવી છે.
અહેવાલો અનુસાર, ફરિયાદ 60 વર્ષીય દીપક કોઠારી દ્વારા દાખલ કરવામાં આવી હતી, જે જુહુના રહેવાસી છે. તેઓ લોટસ કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસના ડિરેક્ટર છે. તેમણે દાવો કર્યો હતો કે આ રોકાણ ડીલ શિલ્પા શેટ્ટી અને કુન્દ્રાની હવે બંધ થયેલી કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રા.લિ. સાથે જોડાયેલી હતી
શિલ્પા અને રાજના વકીલ પ્રશાંત પાટીલે આ સમગ્ર મામલે જવાબ આપ્યો છે. તેમનું કહેવું છે કે, ‘સેલિબ્રિટી કપલ વિરુદ્ધ ખોટા આરોપો લગાવીને તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મારા ક્લાયન્ટ્સને ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના કેટલાક વિભાગો તરફથી માહિતી મળી છે કે તેમની વિરુદ્ધ આર્થિક ગુના શાખા (EOW), મુંબઈમાં કથિત કેસ નોંધવામાં આવ્યો છે. સૌ પ્રથમ, મારા ક્લાયન્ટ્સ તેમના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને સખત રીતે નકારી કાઢે છે. આ કેસ સંપૂર્ણપણે સિવિલ પ્રકૃતિના છે અને 04/10/2024ના રોજ NCLT મુંબઈમાં તેનો નિર્ણય થઈ ચૂક્યો છે.’
'આ એક જૂની લેવડ-દેવડ છે, જેમાં કંપની નાણાકીય કટોકટીમાં આવી ગઈ હતી અને આખરે NCLTમાં લાંબી કાયદાકીય લડાઈમાં ફસાઈ ગઈ હતી. તેમાં કોઈ પણ પ્રકારની ગુનાહિત ગતિવિધિઓનો સમાવેશ થતો નથી. અમારા ઓડિટરોએ EOW દ્વારા સમયાંતરે માગ અનુસાર બધા જરૂરી સહાયક કેશ ફ્લો સ્ટેટમેન્ટ નિવેદનો સબમિટ કર્યા છે.’
'જે રોકાણ કરારની વાત કરવામાં આવી રહી છે તે પૂરી રીતે ઇક્વિટી રોકાણના સ્વરૂપમાં છે. કંપનીને પહેલાથી જ લિક્વિડેશન ઓર્ડર મળી ચૂક્યો છે, જે પોલીસ વિભાગ સમક્ષ પણ રજૂ કરવામાં આવ્યો છે. સંબંધિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છેલ્લા એક વર્ષમાં 15થી વધુ વખત પોલીસ સ્ટેશન જઈને મારા ક્લાયન્ટ્સના દાવાઓને સમર્થન આપતા તમામ પુરાવા આપ્યા છે.'
વકીલે વધુમાં કહ્યું કે, ‘આ માત્ર એક પાયાવિહોણો અને દુર્ભાવનાપૂર્ણ કેસ છે, જેનો હેતુ અમારા ક્લાયન્ટ્સની છબી ખરાબ કરવાનો છે. આ ષડયંત્રમાં સામેલ લોકો સામે અમારા તરફથી યોગ્ય કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.'
તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે રાજ અને શિલ્પા કોઈ કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા હોય, આ અગાઉ પણ EDએ તેમના ઘરે દરોડા પાડ્યા છે. તો, રાજને પોર્ન કેસમાં જેલ ભેગો કરી દેવામાં આવ્યો હતો. જો કે, છેતરપિંડીના આ સમાચાર આવ્યા બાદ દંપતી તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp