Surat: પિપોદરા ઔદ્યોગિક વિસ્તારમાં 3 રાઉન્ડ ફાયરિંગ, 1 ઇજાગ્રસ્ત

Surat: પિપોદરા ઔદ્યોગિક વિસ્તારમાં 3 રાઉન્ડ ફાયરિંગ, 1 ઇજાગ્રસ્ત

08/14/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Surat: પિપોદરા ઔદ્યોગિક વિસ્તારમાં 3 રાઉન્ડ ફાયરિંગ, 1 ઇજાગ્રસ્ત

ગુજરાતમાં લૂખ્ખા તત્વો કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવી રહ્યા છે. સુરતમાં કાયદા-વ્યવસ્થાને લઈને લીરેલીરા ઉડાવતી વધુ એક ઘટના સામે આવી છે, માંગરોળ તાલુકાના પિપોદરા વિસ્તારમાં ફાયરિંગની ઘટના ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ગંભીર ઘટના પીપોદરા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ ડાભરિયા વિસ્તારની છે, જ્યાં બુધવારે મોડી રાત્રે એક અજાણ્યા ઇસમે 3 રાઉન્ડ ફાયરિંગ કરી હતી, જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો.


અંગત અદાવતમાં ફાયરિંગ થયાની ચર્ચા

અંગત અદાવતમાં ફાયરિંગ થયાની ચર્ચા

મળતી માહિતી અનુસાર, આ ફાયરિંગની  ઘટના અંગત અદાવતમાં થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે, જોકે પોલીસ તપાસ બાદ જ સાચું કારણ જાણવા મળશે. બુધવારે મોડી રાતે પીપોદરાના ડાભરિયા વિસ્તારમાં પાસે એક અજાણ્યા ઇસમે ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ઓમપ્રકાશ શાહ નામના વ્યક્તિને ગોળી વાગતા તેને ગંભીર ઈજા થઈ હતી. ઘટના બાદ તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત ઓમપ્રકાશ શાહને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


પોલીસે તપાસ હાથ ધરી

પોલીસે તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતા જ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને કોસંબા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને આસપાસના વિસ્તારોમાંથી પુરાવા એકત્ર કરી રહી. CCTV ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે ફરાર આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લેતા વધુ તપાસ હાથ ધરી છે, જેમાં ફાયરિંગના કારણો અને આરોપીની ઓળખ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં 3 રાઉન્ડ ફાયરિંગ થયું છે. આ ફાયરિંગમાં એકને ગોળી વાગી, જેના કારણે તેને ગંભીર ઇજા થઈ હતી. ત્યારબાદ ફાયરિંગ કરનાર ઈસમ ઘટનાસ્થળ પરથી ફરાર થઈ હતો. સુરત જેવા વ્યસ્ત શહેરની નજીક આ પ્રકારની ફાયરિંગની ઘટના બનતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઉભા થયા હતા. પોલીસ દ્વારા આરોપીને વહેલી તકે પકડી પાડવાની ખાતરી આપવામાં આવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top