શું તમે પણ આ તહેવારોમાં કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? તો આવી રહી છે SUVની 4 દમદાર કારો, આજે જ બૂક કરાવવા જાણો વિગતો.
Festival Season 2025: તહેવારોની મોસમ આવતાની સાથે જ ઓટો કંપનીઓ નવા મોડલ લોન્ચ કરવાનું શરૂ કરે છે. આ વર્ષે પણ તહેવારોની સીઝનમાં મહિન્દ્રા, હ્યુન્ડાઇ, મારુતિ સુઝુકી અને ટાટા વગેરે જેવી ઓટોમોબાઇલ કંપનીઓ બજારમાં તેમના જાણીતા SUV મોડેલોના અપડેટેડ વર્ઝન લઈને આવી રહી છે. આ વખતે દશેરા અને દિવાળી વચ્ચે, 4 નવી SUV ભારતીય બજારમાં પ્રવેશવા જઈ રહી છે. જેમાં મજબૂત દેખાવ, નવીનતમ ટેકનોલોજી અને શાનદાર પ્રદર્શનનું મિશ્રણ જોવા મળશે.
મળતી માહિતી અનુસાર, મહિન્દ્રા તેની સૌથી વધુ વેચાતી SUV બોલેરો નવા અવતારમાં લોન્ચ કરવા જઈ રહી છે. આ વખતે બોલેરો જૂની બોડી-ઓન-ફ્રેમ ડિઝાઇનને બદલે નવા મોનોકોક પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે. અને તેના પાવરટ્રેન વિકલ્પોમાં પેટ્રોલ, ડીઝલ, હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક - બધા વિકલ્પો શામેલ હોવાની પણ શક્યતાઓ છે.
માહિતી પ્રમાણે, હ્યુન્ડાઇ તેની કોમ્પેક્ટ SUV વેન્યુને પણ તહેવારોની મોસમ દરમિયાન નવી શૈલીમાં લાવશે. પરીક્ષણ દરમિયાન ઘણી વખત જોવા મળેલી આ નવી વેન્યુ 24 ઓક્ટોબર, 2025 ના રોજ લોન્ચ થઈ શકે છે. તેમાં બાહ્ય અને આંતરિક બંનેમાં મોટા ફેરફારો થશે, જેમ કે નવી ગ્રિલ ડિઝાઇન, અપડેટેડ હેડલેમ્પ સેટઅપ અને પ્રીમિયમ આંતરિક લેઆઉટ વગેરે. જોકે, એન્જિન અને ટ્રાન્સમિશન વિકલ્પોમાં બદલાવ નહી મળવાની અપેક્ષા છે.
માહિતી અનુસાર, મારુતિ તેની નવી મધ્યમ કદની એસયુવી એસ્કુડો પર કામ કરી રહી છે, જે 1.5-લિટર પેટ્રોલ એન્જિન સાથે મજબૂત હાઇબ્રિડ અને સીએનજી વર્ઝનમાં આવી શકે છે. તેમાં પેનોરેમિક સનરૂફ, પ્રીમિયમ કેબિન અને ADAS ફીચર્સ મળવાની અપેક્ષા છે. આ તહેવારોની સીઝનમાં કંપની તેનું પ્રીવ્યૂ બતાવી શકે છે. જોકે તે 2025ના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે.
ઉપરાંત, ટાટા મોટર્સ તેની માઇક્રો એસયુવી પંચને પણ નવો દેખાવ આપવા જઈ રહી છે. ફેસલિફ્ટ મોડેલમાં ફ્રેશ ફ્રન્ટ ડિઝાઇન, મોટી ટચસ્ક્રીન અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવા અપડેટ્સ જોવા મળશે. જોકે પાવરટ્રેનમાં કોઈ ફેરફાર થશે નહીં, પરંતુ ફીચર્સ અને ડિઝાઇનને કારણે તેની માર્કેટ અપીલ વધશે તેવી શક્યતાઓ છે.
માહિતી પ્રમાણે, મારુતિ સુઝુકીએ તાજેતરમાં જ તેની પહેલી ઇલેક્ટ્રિક કાર ઇ-વિટારા લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ કાર ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં રજૂ કરવામાં આવી હતી, ત્યારબાદ ઇ-વિટારા હવે 3 સપ્ટેમ્બર 2025ના રોજ લોન્ચ કરવામાં આવશે. મારુતિ ઇ-વિટારા વેચાણ માટે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ તેની જાપાન અને યુરોપ સહિત અન્ય દેશોમાં પણ નિકાસ કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp