આજે વસંતપંચમી : જાણો શા માટે આજનો દિવસ શુભ માનવામાં આવે છે, આજે ભૂલથી પણ ન કરો આ કામ
02/05/2022
Religion & Spirituality
હિંદુ કેલેન્ડર મુજબ દર વર્ષે મહા માસની શુક્લ પક્ષની પંચમી તિથિને વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસથી વસંત ઋતુનું આગમન થાય છે. તેમજ આજના દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આ વખતે વસંત પંચમી 5 ફેબ્રુઆરી, શનિવારના રોજ આવી રહી છે.
જાણો આ વખતની વસંત પંચમીને શા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે
ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે મા સરસ્વતીના દર્શન થયા હતા, જેના કારણે આ તહેવારને 'વસંત પંચમી' કહેવામાં આવે છે. વસંત પંચમીના દિવસે નવું કાર્ય શરૂ કરવા કે શુભ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વખતની વસંત પંચમીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તવમાં વસંત પંચમી સ્વયંસિદ્ધ મુહૂર્ત હોય છે.
એવામાં વિશેષ સંયોગોના કારણે એ દિવસ વધુ ખાસ બની જાય છે કારણ કે પંચમી તિથિ પર ત્રિવેણી યોગ બની રહ્યો છે. સિદ્ધ, સાધ્ય અને રવિ યોગના સંગમને કારણે આ વસંત પંચમી શિક્ષણ સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો લેવા અને શિક્ષણની શરૂઆત કરવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. પરંતુ આ દિવસે એવું કોઈ કામ ન કરવું જોઈએ કે જેથી મા સરસ્વતી ક્રોધિત થાય, જે તમારી પરેશાનીમાં વધારો કરે. ચાલો જાણીએ એવા કામો વિશે જે વસંત પંચમીના દિવસે ન કરવા જોઈએ.
વસંત પંચમીના દિવસે ભૂલથી પણ આ કામ ન કરો
વસંત પંચમીના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા શુભ હોય છે. એવું માનવામાં આવે છે કે જ્યારે મા સરસ્વતી પ્રગટ થયા ત્યારે બ્રહ્માંડમાં લાલ, પીળાશ પડતી વાદળી આભા હતી. આથી મા સરસ્વતીનો પ્રિય રંગ પીળો છે. પરંતુ આ દિવસે ક્યારેય કાળા, લાલ કે રાખોડી રંગના કપડાં ન પહેરવા જોઈએ.
મા સરસ્વતીને વાણીની દેવી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડમાં વાણી, કળા અને સંગીતની ઉત્પત્તિ માતા સરસ્વતીથી થઈ છે. તેથી આ દિવસે ભૂલીને પણ વાણીનો દુરુપયોગ ન કરવો જોઈએ. આ દિવસે ન તો અપશબ્દો બોલો અને ન તો કોઈને જૂઠું બોલો.
શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે વસંત પંચમીના દિવસે સ્નાન કર્યા વિના કંઈપણ ખાવું ન જોઈએ. તેથી, આ દિવસે સ્નાનાદિ કર્મ પૂર્ણ કર્યાં બાદ મા સરસ્વતીની પૂજા કર્યા પછી જ કંઈક ખાવું જોઈએ. જો શક્ય હોય તો આ દિવસે ઉપવાસ કરવો જોઈએ.
જો તમારા માટે આ દિવસે વ્રત કરવું શક્ય ન હોય તો આ દિવસે માત્ર સાત્વિક ભોજન જ ખાવું જોઈએ. આ દિવસે ભૂલીને માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ.
વસંત પંચમીના દિવસે બાળકોનું શિક્ષણ શરૂ કરવામાં આવે છે. મા સરસ્વતીને જ્ઞાન અને વિદ્યાની દેવી માનવામાં આવે છે. આ દિવસે ખોટું લખાણ વાંચવાથી અથવા કોર્ટમાં ખોટા પગલાં લેવાનું ટાળો, લાભની જગ્યાએ નુકસાન થઈ શકે છે.
શા માટે વસંત પંચમીએ લગ્ન કરવા શુભ માનવામાં આવે છે?
વસંત પંચમીનો દિવસ શુભ કાર્યો માટે ઉત્તમ હોય છે. કહેવાય છે કે આ દિવસે થતા લગ્નને વિશેષ આશીર્વાદ મળે છે અને લગ્નનુ બંધન સાત જન્મ સુધી રહે છે. માનવામાં આવે છે કે વસંત પંચમીના દિવસે જ ભગવાન શિવ અને પાર્વતીનો તિલકોત્સવ થયો હતો. આ દ્રષ્ટિએ પણ લગ્ન માટે આ દિવસ ઘણો શુભ હોય છે.
આ દિવસે વિદ્યા અને બુદ્ધિની દેવી સરસ્વતીની પૂજા સાથે જ ગૃહ પ્રવેશ, નવો વ્યવસાય શરૂ કરવો, અભ્યાસ કે પરીક્ષાની તૈયારી કરવી, નવી નોકરીની શરૂઆત, કોઈ નવા કામની શરૂઆત, જમીન પૂજન, મુંડન, લગ્ન, નામકરણ, ઘર-ગાડીનું ખરીદ-વેચાણ વગેરે શુભ કાર્યો કરી શકાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp