સ્ટેજ પર ભાજપના નેતાને ઓળખી ન શક્યા DSP, જાહેરમાં માફી માગવી પડી, જુઓ વાયરલ વીડિયો

સ્ટેજ પર ભાજપના નેતાને ઓળખી ન શક્યા DSP, જાહેરમાં માફી માગવી પડી, જુઓ વાયરલ વીડિયો

04/29/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

સ્ટેજ પર ભાજપના નેતાને ઓળખી ન શક્યા DSP, જાહેરમાં માફી માગવી પડી, જુઓ વાયરલ વીડિયો

DSP Jitendra Rana: ઓડિશાના ભૂતપૂર્વ રાજ્યપાલ પ્રોફેસર ગણેશીલાલના પુત્ર અને ભાજપ નેતા મનીષ સિંગલાને સાયક્લોથૉન કાર્યક્રમ દરમિયાન એક પોલીસકર્મી દ્વારા સ્ટેજ પરથી ઉતારીને કાર્યક્રમમાંથી બહાર કરી દેવાના મામલે એક નવું અપડેટ સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પોલીસકર્મી માફી માગી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે DSP જીતેન્દ્ર સિંહ રાણાએ પોતાના વર્તન બદલ માફી માગી છે. મનીષ સિંગલાએ DSP જીતેન્દ્ર સિંહ રાણાને માફ કરતા કહ્યું કે, જે કંઈ થયું તે અજાણતાં થયું, હવે કોઈ ફરિયાદ નથી.


શું છે આખો મામલો?

શું છે આખો મામલો?

ઓડિશાના ભૂતપૂર્વ રાજ્યપાલ ગણેશીલાલના પુત્ર મનીષ સિંગલાએ રવિવારે સાયક્લોથૉન યાત્રામાં સામેલ થયા હતા. તેમાં મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની મુખ્ય મહેમાન હતા. આ દરમિયાન DSP જીતેન્દ્ર સિંહ રાણાએ મનીષ સિંગલાને મુખ્યમંત્રીના મંચ પરથી ઉતારીને ગેટની બહાર કાઢી મુક્યા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, ત્યારબાદ વિવાદ શરૂ થઇ ગયો હતો.

પોલીસ અધિક્ષક ડૉ. મયંક ગુપ્તાએ મામલો ઉકેલવા માટે DSP જીતેન્દ્ર રાણા અને મનીષ સિંગલાને  PWD રેસ્ટ હાઉસમાં બોલાવ્યા. અહીં જીંદના DSP જીતેન્દ્ર રાણાએ મનીષ સિંગલા સાથે બેઠક કરીને માફી માગી હતી અને એક વીડિયો પણ જાહેર કર્યો હતો. વીડિયો જોતા એવું લાગી રહ્યું છે DSP જિતેન્દ્ર રાણા લખાણ વાંચી રહ્યા હોય.


‘હું ઓળખી ન શક્યો

‘હું ઓળખી ન શક્યો

DSP જીતેન્દ્ર સિંહ રાણાએ કહ્યું કે, તેઓ મનીષ સિંગલાને ઓળખી શક્યા નહોતા. ઘટનાસ્થળ પર હાજર બાકી લોકો સાથે, તેમને પણ VIP સ્ટેજ પરથી હટવા કહ્યું. તેમણે કહ્યું કે ડ્યૂટી દરમિયાન કોઈના સન્માનને ઠેસ પહોંચાડવાનો મારો ઈરાદો નહોતો. હું મારી ભૂલ સ્વીકારું છું.

DSPએ પોતાની ભૂલ સ્વીકાર્યા બાદ, મનીષ સિંગલાએ કહ્યું કે તેમને અને તેમના સમગ્ર પરિવારને હરિયાણા પોલીસ પ્રત્યે સંપૂર્ણ માન છે. તેઓ અગાઉ ક્યારેય DSP જીતેન્દ્ર રાણાને મળ્યા નહોતા. હવે તેઓ તેમના જવાબોથી સંતુષ્ટ છે, હવે તેમને કોઈ ફરિયાદ નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top