8મું પગાર પંચને PM મોદીએ મંજૂરી આપી, કર્મચારીઓનું નસીબ ચમકશે, જાણો કેટલો વધી શકે છે પગાર

8મું પગાર પંચને PM મોદીએ મંજૂરી આપી, કર્મચારીઓનું નસીબ ચમકશે, જાણો કેટલો વધી શકે છે પગાર

01/17/2025 Business

SidhiKhabar

SidhiKhabar

8મું પગાર પંચને  PM મોદીએ મંજૂરી આપી, કર્મચારીઓનું નસીબ ચમકશે, જાણો કેટલો વધી શકે છે પગાર

8મા પગાર પંચની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓને આપવામાં આવતું મોંઘવારી ભથ્થું તેમના મૂળ પગારના 50%ને વટાવી ગયું છે. હાલમાં સરકારી કર્મચારીઓને 7મા પગાર પંચની ભલામણો અનુસાર પગાર અને પેન્શન મળી રહ્યું છે. 7મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી, 2016થી અમલી છે.દેશના તમામ સરકારી કર્મચારીઓ (કેન્દ્ર) માટે એક મોટી ભેટની જાહેરાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી છે. 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટ પહેલા તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આ એક ખૂબ જ સારા સમાચાર છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે આ માહિતી આપી હતી. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે 8મું પગાર પંચ વર્ષ 2026થી લાગુ કરવામાં આવશે. જોકે, તેમણે 8મા પગાર પંચના અમલની તારીખ આપી ન હતી. પરંતુ, નિષ્ણાતો માને છે કે સરકાર 1 જાન્યુઆરી, 2026 થી 8મું પગાર પંચ લાગુ કરી શકે છે.


8મા પગાર પંચની ભલામણો લાગુ થયા બાદ પગાર વધશે

8મા પગાર પંચની ભલામણો લાગુ થયા બાદ પગાર વધશે

8મા પગાર પંચની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓને આપવામાં આવતું મોંઘવારી ભથ્થું તેમના મૂળ પગારના 50%ને વટાવી ગયું છે. હાલમાં સરકારી કર્મચારીઓને 7મા પગાર પંચની ભલામણો અનુસાર પગાર અને પેન્શન મળી રહ્યું છે. 7મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી, 2016થી અમલી છે. 8મા પગાર પંચની ભલામણો પછીથી જાહેર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે 8મા પગાર પંચની ભલામણો લાગુ થયા બાદ દેશના તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓના મૂળ પગારની સાથે તેમના ભથ્થામાં પણ નોંધપાત્ર વધારો થશે. કર્મચારીઓની સાથે પેન્શનરોને મળતું પેન્શન પણ વધશે.


7મા પગાર પંચની ભલામણો બાદ મૂળ પગાર 7000 રૂપિયાથી વધારીને 18000 રૂપિયા કરવામાં આવ્યો હતો.

7મા પગાર પંચની ભલામણો બાદ મૂળ પગાર 7000 રૂપિયાથી વધારીને 18000 રૂપિયા કરવામાં આવ્યો હતો.

ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, ટીમલીઝના વાઇસ પ્રેસિડેન્ટ કૃષ્ણેન્દુ ચેટર્જીએ જણાવ્યું હતું કે 2016માં લાગુ કરાયેલા 7મા પગાર પંચની ભલામણો બાદ કર્મચારીઓનો મૂળ પગાર 2.57ના ફિટમેન્ટ ફેક્ટર મુજબ 7000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા થઈ ગયો હતો. તેમણે કહ્યું કે ફુગાવાને ધ્યાનમાં રાખીને, એવી ધારણા છે કે 8મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 2.5-2.8 ની વચ્ચે રહી શકે છે, જેના કારણે કર્મચારીઓના પગારમાં 40,000 થી 45,000 રૂપિયાની વચ્ચે મોટો વધારો થઈ શકે છે. તેમણે કહ્યું કે 8મા પગાર પંચમાં પરફોર્મન્સ બેઝ્ડ ઈન્સેન્ટિવ (PLI) પર પણ ચર્ચા થઈ રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top