ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટમાં VVIP લોકોની એન્ટ્રી! એલોન મસ્ક અને ભારતીય મૂળના વિવેક રામાસ્વામીને આ મોટી જવાબદારી મળી
Donald Trump: અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવનાર ડોનાલ્ડ ટ્રમ્પ વર્ષ 2025માં 20 જાન્યુઆરીએ ફરીથી રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. તેમણે પોતાની સરકારને અસરકારક અને કાર્યક્ષમ બનાવવા માટે ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાની શરૂઆત કરી દીધી છે. આ ક્રમમાં ટ્રમ્પે એલોન મસ્ક અને વિવેક રામાસ્વામીને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DoGE)ની જવાબદારી સોંપી છે.
DoGEનું મુખ્ય ઉદ્દેશ્ય સરકારી કામગીરીમાં સુધારો કરવાનો, નોકરશાહીમાં ઘટાડો કરવાનો અને ફેડરલ એજન્સીઓના માળખામાં ફેરફાર કરવાનો છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ વિભાગ સરકારી સંસાધનોનો દુરુપયોગ રોકવા, બિનજરૂરી ખર્ચ ઘટાડવા અને બિનજરૂરી નિયમોને દૂર કરવા માટે કામ કરશે. ટ્રમ્પે તેને પોતાની 'સેવ અમેરિકા મૂવમેન્ટ'નો એક મહત્ત્વપૂર્ણ ભાગ ગણાવ્યો છે અને કહ્યું છે કે તે સંભવિતપણે આપણા સમયનો 'ધ મેનહટન પ્રોજેક્ટ' બની શકે છે.
ટેસ્લા અને સ્પેસ Xના વડા એલોન મસ્ક અને ભારતીય મૂળના ઉદ્યોગપતિ અને ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામીને DoGE વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. પોતાની ઇનોવેટિ અને અસરકારક વિચારસરણી માટે જાણીતા એલોન મસ્ક આ વિભાગમાં ટેક્નોલોજી અને ટેકનિક આધારિત સુધારા પર કામ કરશે, જેથી સરકારી સેવાઓને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવી શકાય. વિવેક રામાસ્વામી પોતાના સ્વચ્છ વિચારો અને વ્યવસાય કૌશલ્ય માટે જાણીતા, વિવેક સરકારી ખર્ચમાં કાપ મૂકવા અને એજન્સીઓનું પુનર્ગઠન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
એલોન મસ્કે પોતાની નિમણૂક પર ઉત્સાહ વ્યક્ત કરતા, એલોન મસ્કે અમેરિકામાં સરકારી કામગીરી સુધારવા માટે DoGEને એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાવ્યું. વિવેક રામાસ્વામીએ પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે તેઓ આ જવાબદારીને હળવાશથી નહીં લે અને ગંભીરતાથી લેશે. એલોન મસ્ક સાથે મળીને તેમણે આ વિભાગને અસરકારક બનાવવાનો સંકલ્પ લીધો છે.
Department of Government Efficiency The merch will be 🔥🔥🔥 — Elon Musk (@elonmusk) November 13, 2024
Department of Government Efficiency The merch will be 🔥🔥🔥
We will not go gently, @elonmusk. 🇺🇸 https://t.co/sbVka2vTiW — Vivek Ramaswamy (@VivekGRamaswamy) November 13, 2024
We will not go gently, @elonmusk. 🇺🇸 https://t.co/sbVka2vTiW
ટ્રમ્પની આ નવી નિમણૂક એ સ્પષ્ટ કરે છે કે તેઓ પોતાની સરકારને કાર્યક્ષમ, પારદર્શક અને ખર્ચ-સંવેદનશીલ વહીવટમાં પરિવર્તિત કરવા માગે છે. રિપબ્લિકન નેતાઓએ લાંબા સમયથી DoGEના લક્ષ્યોને હાંસલ કરવાની કલ્પના કરી છે અને ટ્રમ્પના નેતૃત્વ હેઠળ તેઓ આકાર મળતો દેખાય રહ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp