ગંભીરના કારણે આ 27 વર્ષીય ખેલાડીની કારકિર્દીનો અંત આવી શકે છે, લગાવ્યો ડ્રેસિંગ રૂમની વાતો લીક

ગંભીરના કારણે આ 27 વર્ષીય ખેલાડીની કારકિર્દીનો અંત આવી શકે છે, લગાવ્યો ડ્રેસિંગ રૂમની વાતો લીક કરવાનો આરોપ

01/16/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

ગંભીરના કારણે આ 27 વર્ષીય ખેલાડીની કારકિર્દીનો અંત આવી શકે છે, લગાવ્યો ડ્રેસિંગ રૂમની વાતો લીક

Gautam Gambhir: બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી 2024-25માં 1-3થી કારમી હાર બાદ ભારતીય ટીમના ખેલાડીઓ અને કોચ ગૌતમ ગંભીર ટીકાનો ભોગ બની રહ્યા છે. તાજેતરમાં એક અહેવાલ બહાર આવ્યો છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે BCCI સમીક્ષા બેઠક દરમિયાન ગૌતમ ગંભીરે ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમની વાતો લીક કરનાર ખેલાડીનું નામ જાહેર કર્યું હતું. બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી 2024-25માં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન બાદ, ઘણા અહેવાલો બહાર આવ્યા છે, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં બધું બરાબર ચાલી રહ્યું નથી. આ બધી વાતોને ત્યારે હવા મળી, જ્યારે સિડની ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગૌતમ ગંભીર જોવા મળ્યા, પરંતુ કેપ્ટન રોહિત તેમની સાથે જોવા મળ્યો નહોતો.

તો, જ્યારે ગંભીરને પૂછવામાં આવ્યું કે શું રોહિત કાલે રમશે, ત્યારે તેમણે કહ્યું હતું કે અમે ટોસના સમયે પ્લેઇંગ-11 નક્કી કરીશું. ત્યારબાદ જ્યારે રોહિતને પ્લેઇંગ-11માં સ્થાન ન મળ્યું, ત્યારબાદ આ સમાચાર વધુ મજબૂત બન્યા કે ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં વાતાવરણ ખરાબ છે. જ્યારે ગંભીરને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે કોચ અને ખેલાડીઓ વચ્ચેની વાતચીત ફક્ત ડ્રેસિંગ રૂમ સુધી મર્યાદિત હોવી જોઈએ. તે અહેવાલો હતા, સત્ય નહીં.


ગંભીરે સરફરાઝ ખાન પર લગાવ્યા ગંભીર આરોપ

ગંભીરે સરફરાઝ ખાન પર લગાવ્યા ગંભીર આરોપ

ગંભીરના નિવેદન બાદ આ ચર્ચા વધુ વધી ગઈ. બધા વિચારવા લાગ્યા કે આ સમાચાર ખોટા હોય તે શક્ય નથી, કારણ કે જ્યારે વાત આવી છે તો તેમાં કંઈક તો હોવું જ જોઈએ. બધા લોકો અનુમાન લગાવવા લાગ્યા કે આ માહિતી કયા ખેલાડીએ લીક કરી હશે. હવે આ સંદર્ભમાં એક રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં ખુલાસો થયો છે કે BCCI સમીક્ષા બેઠક દરમિયાન ગંભીરે ભારતીય ટીમની અંદરની માહિતી લીક કરનાર ખેલાડીનું નામ જાહેર કર્યું છે.

ન્યૂઝ 24ના અહેવાલ મુજબ (રેડિફને ક્વોટ કરવામાં આવ્યું હતું), આ ખેલાડી બીજો કોઈ નહીં પણ મુંબઈનો સરફરાઝ ખાન છે. ગૌતમ ગંભીરે સરફરાઝને માહિતી લીક કરવા બદલ ઠપકો પણ આપ્યો હતો. ગંભીરે BCCIની સમીક્ષા બેઠક દરમિયાન સરફરાઝ પર આ આરોપો લગાવ્યા હતા. ગંભીર કે સરફરાઝે હજુ સુધી આ રિપોર્ટ પર કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

અહેવાલો અનુસાર, ગંભીરે મુંબઈમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની સમીક્ષા બેઠક દરમિયાન સરફરાઝ પર આ આરોપો લગાવ્યા હતા. તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ગંભીરે BCCIના હિતધારકોને કહ્યું હતું કે બોક્સિંગ ડે ટેસ્ટ હાર બાદ સરફરાઝે જ મીડિયાને તેના ડ્રેસિંગ રૂમના ગુસ્સા વિશે માહિતી લીક કરી હતી. રિપોર્ટ અનુસાર, BCCIના હિતધારક સરફરાઝથી ખુશ નથી અને જ્યાં સુધી ગંભીર ટીમના મુખ્ય કોચ છે ત્યાં સુધી આ ખેલાડી ભારત માટે રમે તેવી શક્યતા ઓછી છે.


બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ભારતીય ટીમનું અભિયાન વિવાદોથી ભરેલું રહ્યું

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ભારતીય ટીમનું અભિયાન વિવાદોથી ભરેલું રહ્યું

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ભારતીય ટીમનું અભિયાન વિવાદોથી ભરેલું રહ્યું. ડ્રેસિંગ રૂમની વાતચીત મીડિયામાં લીક થઈ ગઈ હતી, જેમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેની વિરુદ્વ વાત કરી હતી. અહેવાલો અનુસાર, ચોથી મેચમાં ટીમની હાર બાદ, તેમણે બધાની સામે ખેલાડીઓની ટીકા કરી અને તેમને ધમકી આપી. તેમણે ખેલાડીઓને કહ્યું કે તેઓ તેમની સૂચનાઓનું પાલન કરે નહિંતર ટીમની બહાર બેસી જાય. ગંભીરે મેલબોર્ન ટેસ્ટની બીજી ઇનિંગમાં બેદરકાર શૉટ રમવા બદલ ઋષભ પંતની પણ ટીકા કરી હતી અને હાર માટે તેને જવાબદાર ઠેરવ્યો હતો. જ્યારે આ બાબતો મીડિયા દ્વારા પ્રકાશમાં આવી, ત્યારે ઘણા ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયાઈ ખેલાડીઓએ ભારતીય ટીમની મજાક ઉડાવી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top