ભારત સરકારે જાહેર કરી ઈલેક્ટ્રીક વાહન અંગે નવી પોલિસી, હવે થશે ઈવી ટેકનોલોજી પ્રોડક્શન ક્ષેત્રે

ભારત સરકારે જાહેર કરી ઈલેક્ટ્રીક વાહન અંગે નવી પોલિસી, હવે થશે ઈવી ટેકનોલોજી પ્રોડક્શન ક્ષેત્રે પણ ઝડપી વિકાસ, જાણો ફાયદાઓ

03/15/2024 Business

SidhiKhabar

SidhiKhabar

ભારત સરકારે જાહેર કરી ઈલેક્ટ્રીક વાહન અંગે નવી પોલિસી, હવે થશે ઈવી ટેકનોલોજી પ્રોડક્શન ક્ષેત્રે

ભારત સરકાર દ્વારા આજે ઈલેક્ટ્રીક વાહન અંગે નવી પોલિસી જાહેર કરવામાં આવી છે. વિશ્વભરની કેટલીય ઈલેક્ટ્રીક વાહન બનાવતી કંપનીઓ આ પોલિસીની રાહ જોઈ રહી હતી, તેથી આ પોલીસીમાં સૌથી વધુ વિદેશી રોકાણ પર ધ્યાન અપાયું છે. તેથી હવે  નવી પોલિસી હેઠળ વિદેશી કંપનીઓના ભારતમાં પ્રવેશ બાદ ઈવી ટેકનોલોજી પ્રોડક્શન ક્ષેત્રે પણ ભારત ખુબ ઝડપથી વિકાસ કરશે. 


ટેસ્લા સહિત વિશ્વભરની કંપનીઓને ભારતમાં આવશે

ટેસ્લા સહિત વિશ્વભરની કંપનીઓને ભારતમાં આવશે

નવી પોલિસીમાં ઈલેક્ટ્રીક વ્હીકલ યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેની ટેક્સમાં રાહત પણ અપાશે. નવી પોલિસી મુજબ જો કોઈપણ કંપની 50 કરોડ ડૉલરથી વધુ રોકાણ કરશે અને ત્રણ વર્ષની અંદર ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે, તો તે કંપનીઓને ઈમ્પોર્ટ ટેક્સમાં રાહત આપવામાં આવશે. આ યોજનાથી ઈવી બનાવતી ટેસ્લા સહિત વિશ્વભરની કંપનીઓને ભારતમાં આવશે. પોલિસી મુજબ વિદેશી કંપનીઓએ તેમાં ઓછામાં ઓછું 4150 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે.

સરકારના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, ઈ-વ્હીકલ સેગમેન્ટમાં ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓને ભારતમાં લાવવાનો પ્રયાસ કરાશે. આ પોલિસીથી દેશમાં ઈવી ઈકેસિસ્ટમ મજબૂત બનશે. આ ઉપરાંત ઈવી સેગમેન્ટની એડવાન્સ ટેકનોલોજી પણ ભારતમાં આવશે. 



ભારતના 50 ટકા પાર્ટ્સનો ઉપયોગ કરવો પડશે

નવી પોલિસીમાં દર્શાવાયેલા નિયમ પ્રમાણે, ભારતમાં પ્લાન્ટ સ્થાપવા ઈચ્છુક કંપનીઓએ ભારતમાં જ બનેલા પાર્ટ્સનો ત્રણ વર્ષ સુધી અને 50 ટકા પાર્ટ્સનો પાંચ વર્ષ સુધી ઉપયોગ કરવાનો રહેશે. જો કોઈ કંપની ભારતમાં બનાવેલ પ્લાન્ટમાં 35 લાખ ડૉલર અને તેનાથી વધુ કિંમતની કારો એસેમ્બલ કરશે તો તેણે પાંચ વર્ષ સુધી માત્ર 15 ટકા કસ્ટમ્સ ડ્યુટી ચુકવવી પડશે. 


ભારત કોઈના દબાણમાં આવ્યા વિના સ્વતંત્ર પોલિસી બનાવશે

ભારત કોઈના દબાણમાં આવ્યા વિના સ્વતંત્ર પોલિસી બનાવશે

નવી પોલિસી ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા માટે ઝટકારૂપ છે. કારણ કે, આ સ્થાનિક કંપનીઓ ઈવી આયાત પર ટેક્સ મુક્તિનો વિરોધ કરી રહ્યા હતા. આ કંપનીઓનું માનવું છે કે, ટેક્સ ઘટ્યા બાદ ગ્લોબલ કંપનીઓને મોંઘી ઈવી કાર ભારતમાં લાવવામાં  સરળતા પડશે. ટેસ્લાની ડિમાન્ડ હતી કે, 40 હજાર ડૉલરથી વધુની કિંમતની કારો પર 70 ટકા કસ્ટમ ડ્યૂટી અને તેથી વધુની કિંમતની ઈવી કારો પર 100 ટકા રાહત આપવામાં આવે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે, ભારત કોઈના પણ દબાણમાં આવ્યા વગર સ્વતંત્ર પોલિસી બનાવશે. અમે કોઈ એક કંપનીને ધ્યાને રાખી પોલિસી બનાવીશું નહીં. અમારો પ્રયાસ  વિશ્વભરની તમામ ઈવી કંપનીઓને ભારત લાવવામાં રહેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top