હવે શાકનો સ્વાદ આવશે, સરકાર વેચશે સસ્તા ટામેટાં, કયા ભાવે અને ક્યાં મળશે, અહીં મેળવો સંપૂર્ણ મા

હવે શાકનો સ્વાદ આવશે, સરકાર વેચશે સસ્તા ટામેટાં, કયા ભાવે અને ક્યાં મળશે, અહીં મેળવો સંપૂર્ણ માહિતી

10/07/2024 Business

SidhiKhabar

SidhiKhabar

હવે શાકનો સ્વાદ આવશે, સરકાર વેચશે સસ્તા ટામેટાં, કયા ભાવે અને ક્યાં મળશે, અહીં મેળવો સંપૂર્ણ મા

ટામેટાંના આસમાને જઈ રહેલા ભાવને અંકુશમાં લેવા માટે સરકારે મોટું પગલું ભર્યું છે. આજથી એટલે કે સોમવારથી સરકાર સસ્તા ભાવે ટામેટાંનું વેચાણ કરશે. નેશનલ કો-ઓપરેટિવ કન્ઝ્યૂમર ફેડરેશન (NCCF) અને સફલના આઉટલેટ્સ દ્વારા દિલ્હી અને આસપાસના શહેરોમાં ટામેટાં 65 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચવામાં આવશે. ઉપભોક્તા બાબતોના વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆરમાં જથ્થાબંધ અને છૂટક કિંમતોમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે કારણ કે તહેવારોની સીઝનમાં વધતી માગનો લાભ લઈને કેટલાક વેપારીઓ ઊંચા દરે ટામેટાંનું વેચાણ કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે 65 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવા છતાં સરકારને કોઈ નુકસાન થશે નહીં. આ જથ્થાબંધ અને છૂટક કિંમતો વચ્ચેનો મોટો તફાવત દર્શાવે છે.

તહેવારોની સીઝનની શરૂઆતથી જ શાકભાજીના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજીના વધતા ભાવે રસોડાનું બજેટ ખોરવી નાખ્યું છે. દેશના ઘણા શહેરોમાં ટામેટા 80 થી 100 રૂપિયા પ્રતિ કિલો અને ડુંગળી 70 થી 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. ભીંડા, પાલક, લીલાં મરચાં અને દૂધીના ભાવ પણ સામાન્ય લોકોની પહોંચની બહાર થઈ ગયા છે. હાલમાં મોટા શહેરોમાં છૂટક ટામેટાના ભાવ 80-90 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે, જ્યારે બે અઠવાડિયા અગાઉ તે 40-50 રૂપિયા પ્રતિ કિલો હતો. આ ઉછાળાનું કારણ કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં વરસાદના કારણે પુરવઠામાં વિક્ષેપ હોવાનું કહેવાય છે.


માત્ર 15 દિવસમાં કિંમત 25 રૂપિયાથી વધીને 70 રૂપિયા પ્રતિ કિલો થઈ

માત્ર 15 દિવસમાં કિંમત 25 રૂપિયાથી વધીને 70 રૂપિયા પ્રતિ કિલો થઈ

દિલ્હીના આઝાદપુર માર્કેટના એક વેપારીએ જણાવ્યું કે 2 અઠવાડિયા અગાઉ 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા ટામેટા હવે બલ્કમાં 70 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. રિટેલમાં પણ ભાવ અનેકગણા વધી ગયા છે. કેન્દ્ર સરકારે છૂટક બજારમાં ટામેટાંના ભાવને નિયંત્રિત કરવા માટે પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ હેઠળ આ હસ્તક્ષેપ શરૂ કર્યો છે. જુલાઈમાં પણ ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીએ આવું જ પગલું ભર્યું હતું અને 60 રૂપિયા પ્રતિ કિલોના દરે ટામેટાં વેચવાનું અભિયાન શરૂ કર્યું હતું.


અહીંથી સસ્તા ટામેટાં ખરીદો

અહીંથી સસ્તા ટામેટાં ખરીદો

નેશનલ કો-ઓપરેટિવ કન્ઝ્યૂમર ફેડરેશન (NCCF) અને સફલના આઉટલેટ્સ પર સસ્તા ટામેટાં વેચવામાં આવશે. સરકારી નિવેદન અનુસાર, NCCF જથ્થાબંધ બજારોમાંથી ટામેટાંની ખરીદી કરી રહી છે અને તેને વ્યાજબી દરે વેચી રહી છે, જેથી વચેટિયાઓની નફાખોરી પર અંકુશ લાવી શકાય અને ગ્રાહકોને રાહત મળી શકે. નોંધનીય છે કે સપ્ટેમ્બરમાં ટામેટાંના છૂટક ભાવમાં વાર્ષિક ધોરણે 47.91%નો ઘટાડો જોવા મળ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top