શું આંખોની નીચે થઈ ગયા છે ડાર્ક સર્કલ? તો સૂતા પહેલા લગાવી દો આ વસ્તુ! થોડા દિવસમાં મળશે રાહત

શું આંખોની નીચે થઈ ગયા છે ડાર્ક સર્કલ? તો સૂતા પહેલા લગાવી દો આ વસ્તુ! થોડા દિવસમાં મળશે રાહત

04/23/2024 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

શું આંખોની નીચે થઈ ગયા છે ડાર્ક સર્કલ? તો સૂતા પહેલા લગાવી દો આ વસ્તુ! થોડા દિવસમાં મળશે રાહત

વિટામિનની ઉણપ સિવાય આંખોની નીચે ડાર્ક સર્કલ ખરાબ જીવનશૈલીના કારણે પણ થઈ શકે છે. મોડી રાત સુધી જાગવાથી કે લેપટોપ કે ફોનની સ્ક્રીન પર લાંબો સમય જોવાથી આંખોની નીચે ડાર્ક સર્કલ થઈ જાય અને આખો ઉંડી જતી રહે છે. જેના કારણે તમે બીમાર દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, તેનાથી છૂટકારો મેળવવા માટે તમે ઘરેલું ઉપચાર વડે 1 અઠવાડિયામાં આંખોની નીચેનાં થયેલા ડાર્ક સર્કલને મટાડી શકો છો. તમારે માત્ર એટલું કરવાનું છે કે રાત્રે સૂતા પહેલા તમારી આંખોની નીચે આ લગાવીની સૂઈ જવું.


બદામ તેલ / ગુલાબજળ

બદામ તેલ / ગુલાબજળ
  • જો તમે ડાર્ક સર્કલ દૂર કરવા માટે દરરોજ બદામના તેલનો ઉપયોગ કરો છો, તો તમારી ત્વચાને તેનાથી ઘણો ફાયદો મળી શકે છે. આ એક કુદરતી તેલ છે જે ત્વચાને બિલકુલ નુકસાન કરતું નથી. તમે તેને રાત્રે આંખોની નીચે લગાવો અને હળવા હાથે મસાજ કરો અને આખી રાત રહેવા દો.
  • ગુલાબજળની મદદથી આંખોની નીચેના ડાર્ક સર્કલ પણ દૂર કરી શકો છો. તમારે તેને સ્કિન કેર જેવી કે ક્લીન્ઝિંગ વોટર અથવા ટોનરમાં સામેલ કરવું જોઈએ. આ ત્વચામાં હાઈડ્રેટ રાખશે અને આંખો નીચેના કાળા ડાઘ દૂર થઈ જશે.

કાકડી / ફુદીનાનું પાન

કાકડી / ફુદીનાનું પાન
  • જો તમે તમારી આંખોની નીચે કાકડીનો રસ લગાવો છો, તો તેનાથી ધીમે ધીમે ડાર્ક સર્કલ દૂર થઈ જશે. તેની ઠંડકના કારણે થાક દૂર થઈ જશે આંખોની નીચે કાળા ડાર્ક સર્કલમાં રાહત મળશે.
  • ફુદીનાના પાનનો પેસ્ટ બનાવીને રાત્રે 10 મિનિટ માટે આંખોની નીચે રહેવા દો. આમ કરવાથી અહીંની ડાર્ક સર્કલ ધીરે ધીરે દૂર થઈ જશે

ટી બેગ / કેળાની છાલ

ટી બેગ / કેળાની છાલ
  • ટી બેગને થોડીવાર પાણીમાં પલાળી રાખો અને તેને રેફ્રિજરેટરમાં રાખો. જ્યારે તે બરાબર ઠંડુ થઈ જાય, ત્યારે તેને બંધ આંખો પર 10 મિનિટ સુધી રાખો.
  • કેળાની છાલ આંખોની નીચે ડાર્ક સર્કલ અને કરચલીઓની સમસ્યાને ઓછી કરવામાં પણ અસરકારક છે.

એલોવેરા જેલ

એલોવેરા જેલ

એલોવેરા જેલમાં હાઇડ્રેટિંગ ગુણ હોય છે આ માટે તમારી આંગળી પર થોડું જેલ લો અને તેને ડાર્ક સર્કલની નીચે હળવા હાથે મસાજ કરો. તેનાથી રક્ત પરિભ્રમણ સુધરશે. આ તમારી આંખોની નીચે ડાર્ક સર્કલ ઘટાડવામાં મદદ કરશે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top