Honda CB350: રેટ્રો લુક અને 350cc એન્જિન સાથે Royal Enfield ને ટક્કર આપવા માટે આવી ગઈ છે Honda

Honda CB350: રેટ્રો લુક અને 350cc એન્જિન સાથે Royal Enfield ને ટક્કર આપવા માટે આવી ગઈ છે Honda જબરદસ્ત બાઇક

11/18/2023 Business

SidhiKhabar

SidhiKhabar

Honda CB350: રેટ્રો લુક અને 350cc એન્જિન સાથે Royal Enfield ને ટક્કર આપવા માટે આવી ગઈ છે Honda

Honda CB350: ભારતનું બાઈક માર્કેટ વિકસતું જાય છે. સ્પોર્ટ્સ બાઈક્સની સાથે જ યુવાનોને રેટ્રો લુક ધરાવતી બાઈક્સનું પણ ઘેલું લાગ્યું છે. વધુને વધુ યુવાનો કિંમતની ચિંતા કર્યા વિના રેટ્રો બાઈક્ષ ખરીદી રહ્યા છે. રેટ્રો બાઈક માર્કેટના સૌથી મોટા ખેલાડી તરીકે Royal Enfield Classic 350ને જોવામાં આવે છે. પરંતુ હવે એને કાંટેકી ટક્કર આપવા માટે Honda કંપનીએ પણ રેટ્રો બાઈક મોડેલ લોન્ચ કર્યું છે.


Honda CB350 તમારું મન મોહી લેશે

Honda CB350 તમારું મન મોહી લેશે

હોન્ડાએ ગ્રાહકો માટે ભારતીય બજારમાં નવી રેટ્રો લુક બાઇક Honda CB350 લોન્ચ કરી છે. હોન્ડાની આ નવી મોટરસાઇકલ બે વેરિઅન્ટ DLX અને DLX Proમાં ઉપલબ્ધ થશે. આ બાઇકની ડિઝાઇન રોયલ એનફિલ્ડ ક્લાસિક જેવી જ છે, ચાલો તમને જણાવીએ કે હોન્ડાની આ નવી બાઇકની કિંમત શું છે અને આ મોટરસાઇકલને કેટલી કિંમતે ખરીદી શકાય છે.

આ નવીનતમ હોન્ડા બાઇક કોઈપણ BigWing ડીલરશીપ પર જઈને બુક કરી શકાય છે. જો તમને રેટ્રો ડિઝાઈનવાળી બાઈક પસંદ છે તો તમને આ મોટરસાઈકલની ડિઝાઈન ગમશે.


ડિઝાઇન અને સુવિધાઓ

ડિઝાઇન અને સુવિધાઓ

રિડિઝાઈન કરેલી ટાંકી, પીશૂટર એક્ઝોસ્ટ, નવી સીટ, રેટ્રો ક્લાસિક લુક ઉપરાંત, Honda CB350માં બાઇકના આગળ અને પાછળના ભાગમાં એલોય વ્હીલ્સ સાથે ડિસ્ક બ્રેક્સ છે. આ સિવાય આ બાઇકમાં તમને ડ્યુઅલ રિયર શોક્સ, ટેલિસ્કોપિક ફોર્ક્સ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, ડ્યુઅલ ચેનલ ABS અને હોન્ડા સ્માર્ટફોન વોઇસ કંટ્રોલ સિસ્ટમ આપવામાં આવી છે.


એન્જિન વિગતો

એન્જિન વિગતો

Honda CB350માં 346 cc સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જિન છે જે 21bhpનો પાવર અને 29Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકને 5 સ્પીડ ગિયરબોક્સ સાથે લોન્ચ કરવામાં આવી છે, નોંધનીય બાબત એ છે કે આ બાઇકનું એન્જિન BSVI OBD2-B કમ્પ્લાયન્ટ છે. આ સિવાય તમને બાઇકમાં સ્લિપ અને આસિસ્ટ ક્લચ અને હોન્ડા સિલેક્ટેબલ ટોર્ક કંટ્રોલ જેવા ફીચર્સ જોવા મળશે.


હોન્ડા CB350 કિંમત અને રંગ વિકલ્પો

હોન્ડા CB350 કિંમત અને રંગ વિકલ્પો

આ બાઇક મેટ ક્રસ્ટ મેટાલિક, પ્રેશિયસ રેડ મેટાલિક, પર્લ ઇગ્નીયસ બ્લેક, મેટ ડ્યુન બ્રાઉન અને મેટ માર્શલ ગ્રીન મેટાલિક કલરમાં લોન્ચ કરવામાં આવી છે. Royal Enfield Classic 350 સાથે ટક્કર આપવા માટે લૉન્ચ કરવામાં આવેલી આ બાઇકની કિંમત 1 લાખ 93 હજાર રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. આ બાઇકના DLX Pro વેરિઅન્ટની કિંમત 2 લાખ 17 હજાર રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top