આવતા અઠવાડિયે કમાઈ લેવું છે? તો આ સ્ટોક્સ પર નજર રાખજો, બજાર ચૂંટેલા શેર્સની પસંદગી કરવાનો મોકો

આવતા અઠવાડિયે કમાઈ લેવું છે? તો આ સ્ટોક્સ પર નજર રાખજો, બજાર ચૂંટેલા શેર્સની પસંદગી કરવાનો મોકો આપશે

05/20/2023 Business

SidhiKhabar

SidhiKhabar

આવતા અઠવાડિયે કમાઈ લેવું છે? તો આ સ્ટોક્સ પર નજર રાખજો, બજાર ચૂંટેલા શેર્સની પસંદગી કરવાનો મોકો

ગઈકાલે પૂરા થયેલા અઠવાડિયામાં સેન્સેક્સ અને નિફ્ટીએ ૩ અઠવાડિયાની બઢત ગુમાવી છે. ગઈકાલે સેન્સેક્સ 0.48 ટકા અને નિફ્ટી 0.61 ટકા ગગડીને બંધ રહ્યા હતા. જો કે બેંક નિફ્ટીમાં હળવો વધારો નોંધાયો હતો, અને એ 0.40 ટકા વધીને બંધ રહ્યો હતો. એ સાથે જ મિડકેપ ઇન્ડેક્સ પણ 0.25 ટકા ચડ્યો હતો. ફાર્મા, મીડિયા, હેલ્થ કેર, એનર્જી 1 થી 3 ટકા જેટલા તૂટ્યા હતા.


નિષ્ણાંતો શું કહે છે?

નિષ્ણાંતો શું કહે છે?

આ તબક્કે આવનારા અઠવાડિયે શું થશે, એ અંગે એક્સપર્ટ્સની વાત સામ ભળવી જોઈએ. એક મીડિયા હાઉસને આપેલી બાઈટમાં વિવિધ એક્સપર્ટ્સના પ્રતિભાવ જોઈએ. SW Capital ના ડાયરેક્ટર પંકજ જૈનના માનવા મુજબ બજારમાં થઇ રહેલો ઘટાડો ખરીદીના મોકા આપશે. લાંબે ગાળે બજાર સારું રિટર્ન આપશે, એટલે ચુનંદા શેર્સમાં ર્કાન કરવું હિતાવહ રહેશે.

બીજા એક નિષ્ણાંત શર્મિલા જોશીના કહેવા મુજબ મિડકેપના શેર્સમાં વધુ એક્શન જોવા મળી શકે છે. એટલે ચુનંદા મિડ કેપના શેર્સમાં રોકાણ સારું રહેશે. ઓવરઓલ સંજોગો જોતા બજારની ચાલમાં હાલના સત્ર કરતા સુધારો જણાશે.


આવતા અઠવાડિયે શું થશે?

આવતા અઠવાડિયે શું થશે?

પંકજ જૈનના કહેવા અનુસાર મારુતિ સુઝુકી પેસેન્જર વિહીકલ્સમાં અગ્રગણ્ય છે. કંપનીનું માર્જિન મજબૂત છે. પાઈપલાઈનમાં નવા મોડેલ્સ આવવા માટે તૈયાર છે. રો મટીરીઅલની કોસ્ટમાં પણ ઘટાડો થયો છે. આગળ જતા જતા કંપનીના સ્ટોક્સમાં સુધારો જોવા મળી શકે છે. આવનારા ૩ થી ૬ મહિનામાં સ્ટોક્સમાં સારું પરફોર્મન્સ જોવા મળી શકે છે. DLF રિયાલીટી સેક્ટરની સૌથી મોટી ખેલાડીઓ પૈકીની છે. કંપની પાસે ભવિષ્યમાં સારા પ્રોજેક્ટ્સ છે. મિડીયમથી લોંગ ટર્મમાં આ શેર સારી તેજી બતાવશે. આ ઉપરાંત નિષ્ણાંતો Cholamandalam Investment & Fin Co, Blue Star, Tata Consumer માટે પણ આશાસ્પદ છે.

 

ડિસક્લેમર: અહીં રજૂ કરેલા વિચારો જે-તે નિષ્ણાંતની અંગત માન્યતા મુજબના છે. વેબસાઈટ એના માટે જવાબદાર નથી. બજારમાં કોઈ પણ પ્રકારનું જોખમોને આધીન હોય છે. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્સિયલ એક્સપર્ટની સલાહ અવશ્ય લો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top