મુખ્યમંત્રીની કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરો સાથેની બેઠકમાં શું નિર્ણયો લેવાયા? જાણો

મુખ્યમંત્રીની કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરો સાથેની બેઠકમાં શું નિર્ણયો લેવાયા? જાણો

01/07/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

મુખ્યમંત્રીની કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરો સાથેની બેઠકમાં શું નિર્ણયો લેવાયા? જાણો

ગાંધીનગર: રાજ્યમાં વધતા કોરોનાનાં કેસને કારણે મુખ્યમંત્રીએ આજે તમામ જિલ્લાના કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરો સાથે બેઠક યોજી હતી.

બેઠકમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનરો અને ખેડા, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ તથા કચ્છના જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીઓએ મુખ્યમંત્રીને પોતાના વિસ્તારોમાં વેક્સિનેશન ડ્રાઇવ, ટ્રેસીંગ-ટ્રેકીંગ અને જરૂરતમંદ કેસોમાં આઇસોલેશન તથા હોસ્પિટલોમાં દવાઓ, ઓક્સિજન બેડ વગરે બાબતોની સંપૂર્ણ વિગતો આપી હતી.

મુખ્યમંત્રીએ જીલ્લા વહિવટી તંત્રોની આ સજ્જતા અંગેની સમીક્ષા કરતા કહ્યું કે, જિલ્લાના પ્રભારી સચિવોનું જિલ્લા તંત્રોને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે તેમને જિલ્લાઓમાં પહોંચવા સૂચના આપી દેવાઈ છે, તેમજ સરકાર તરફથી જરૂરી તમામ મદદ જિલ્લાઓને પહોચાડવાનું સઘન આયોજન થયું છે.

કોરોના સામે રોગપ્રતિકારક શકિત વધારવા આગામી સોમવાર 10 જાન્યુઆરીથી મહાનગરો અને જિલ્લાઓમાં આયુષ દ્વારા દરરોજ 2 હજાર કિલો ઉકાળા પાવડર પહોંચાડવાનું આયોજન થઈ ગયું છે તેનો પણ લાભ વધુ ને વધુ લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થાઓ કરવા પણ આ વીડિયો કોન્ફરન્સ બેઠકમાં સૂચના આપવામાં આવી હતી.

સીએમ ભૂપેન્દ્ર પટેલે આ જિલ્લા અને શહેરી તંત્રવાહકોને એવો અનુરોધ કર્યો કે જે વ્યક્તિઓ હોમ આઇસોલેશનમાં હોય તેમનું અને તેમાંથી હોસ્પિટલમાં દાખલ થયા હોય તેમનું પણ સતત મોનીટરીંગ કરવામાં આવે તે જરૂરી છે. આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ પંજક કુમાર, આરોગ્ય વિભાગના કાર્યકારી અગ્ર સચિવ મુકેશ કુમાર સહિતના સચિવોએ ભાગ લીધો હતો.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top