55 રૂપિયા છે IPOમાં શેરની કિંમત, પહેલા જ દિવસે કરાવશે સારો નફો, બેગણા થઈ શકે છે પૈસા

55 રૂપિયા છે IPOમાં શેરની કિંમત, પહેલા જ દિવસે કરાવશે સારો નફો, બેગણા થઈ શકે છે પૈસા

11/07/2023 Business

SidhiKhabar

SidhiKhabar

55 રૂપિયા છે IPOમાં શેરની કિંમત, પહેલા જ દિવસે કરાવશે સારો નફો, બેગણા થઈ શકે છે પૈસા

એક નાની કંપની SAR Televentureના શેર પહેલા જ દિવસે શેર બજારમાં ધમાલ મચાવી શકે છે. કંપનીના શેર પહેલા જ દિવસે રોકાણકારોના પૈસા ડબલ કરી શકે છે. SAR Televentureના IPOની પ્રાઇઝ બેન્ડ 52-55 રૂપિયા હતી. IPOમાં કંપનીના શેર 55 રૂપિયા પર અલોટ થયા છે. કંપનીના IPOમાં રોકાણકારોએ ખૂબ પૈસા લગાવ્યા છે અને તે 288 ગણો સબ્સક્રાઇઝ થયો છે. ગ્રે માર્કેટ પણ SAR Televentureના શેરો પર બુલિશ છે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં લગભગ 115 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે.


115 રૂપિયા પાર થઈ શકે છે શેર:

115 રૂપિયા પાર થઈ શકે છે શેર:

SAR Televentureના શેર IPOમાં 55 રૂપિયાના અપર પ્રાઇઝ બેન્ડ પર રોકાણકારોને મળ્યા છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 63 રૂપિયાના પ્રીમિયમ ટ્રેડ કરી રહ્યા છે. આ હિસાબે SAR Televentureના શેર 118 રૂપિયાની રેન્જમાં લિસ્ટ થઈ શકે છે એટલે કે જે રોકાણકારોને IPOમાં શેર અલોટ થયા છે, તેમને પહેલા જ દિવસે 115 ટકાનો ફાયદો થઈ શકે છે. SAR Televentureના શેર 8 નવેમ્બર 2023ના રોજ NSE, SME એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે. કંપનીનો IPO સબ્સક્રિપ્શન માટે 1 નવેમ્બરે ખૂલ્યો હતો અને તે 3 નવેમ્બર સુધી ખુલ્લો રહ્યો.


કંપનીના IPO પર લાગ્યો 288 ગણો દાવ:

કંપનીના IPO પર લાગ્યો 288 ગણો દાવ:

SAR Televentureનો IPO ટોટલ 228.09 ગણો સબ્સક્રાઇબ થયો છે. કંપનીના IPOનો રિટેલ કોટા 222.10 ગણો સબ્સક્રાઇબ થયો છે. તો IPOમાં નોન ઇન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (NII)નો કોટા 715.77 ગણો સબ્સક્રાઇબ થયો છે. જ્યારે ક્વાલિફાઇડ ઇન્સ્ટિયૂશનલ બાયર્સ (QIB)નો કોટા 77 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. SAR Televentureના પબ્લિક ઇશ્યૂની ટોટલ સાઇઝ 24.75 કરોડ રૂપિયાની છે. કંપનીના IPOમાં રિટેલ ઈન્વેસ્ટર્સ 1 લોટ માટે દાવ લગાવી શકે છે. IPOના એક લોટમાં 2,000 શેર હતા એટલે કે રિટેલ ઇન્વેસ્ટર્સે 1,10,000 રૂપિયાનું રોકાણ કરવું પડ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top