15 ઓગસ્ટે લોન્ચ થઇ રહી છે આ બ્રિટીશ મોટર સાઈકલ: Royal Enfield ને મારશે જબરદસ્ત ટક્કર? બંને જાનદ

15 ઓગસ્ટે લોન્ચ થઇ રહી છે આ બ્રિટીશ મોટર સાઈકલ: Royal Enfield ને મારશે જબરદસ્ત ટક્કર? બંને જાનદાર બાઈક્સ વચ્ચે થશે ‘કાંટે કી ટક્કર’

08/14/2024 Business

SidhiKhabar

SidhiKhabar

15 ઓગસ્ટે લોન્ચ થઇ રહી છે આ બ્રિટીશ મોટર સાઈકલ: Royal Enfield ને મારશે જબરદસ્ત ટક્કર? બંને જાનદ

BSA Gold Star launch: 15મી ઓગસ્ટનો તહેવાર આવી રહ્યો છે. આ વખતે દેશ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. આ અવસર પર મોટરસાઇકલ પ્રેમીઓને એક મોટા સારા સમાચાર મળશે. ભારતને હમેશા ‘બાઈક ફ્રેન્ડલી’ લોકોના દેશ તરીકે જોવામાં આવે છે. કારણકે અહીનું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર વ્હીલર કરતા ટુ-વ્હીલર માટે વધુ ઉપયુક્ત છે. વાળી છેલ્લા દોઢ દાયકાને બાદ કરીએ તો લોકોની ખરીદશક્તિ એટલી નહોતી કે ફોર વ્હીલર વાપરી શકે. વાળી મોંઘા ભાવની લક્ઝરી બાઈક્સ વિષે લોકોને મોહ હોવા છતાં ખરીદતા અચકાતા હતા. પણ હવે ભારતમાં મોંઘી બાઈક ખરીદનારા લોકોનું પ્રમાણ પણ વધતું જાય છે, માટે નવી નવી કંપનીઝ માર્કેટમાં આવી રહી છે.


BSA ની યાત્રા

BSA ની યાત્રા

બ્રિટિશ મોટરસાઈકલ મેન્યુફેક્ચરિંગ કંપની BSA (બર્મિંગહામ સ્મોલ આર્મ્સ) તેની નવી બાઇક લોન્ચ કરવા જઈ રહી છે. જો કે આ બાઇકને સૌપ્રથમ વર્ષ 2021માં લોન્ચ કરવામાં આવી હતી અને હવે કંપની આ બાઇકને ફરીથી એટલે કે 2024માં લોન્ચ કરી રહી છે. કંપની 23 દેશોમાં બિઝનેસ ધરાવે છે. કંપનીની બાઇક સમગ્ર યુરોપ અને યુનાઇટેડ કિંગડમમાં વેચાય છે. હવે કંપની ભારતમાં પોતાનો પગપેસારો કરી રહી છે અને આ બાઇકને ભારતીય બજારમાં લોન્ચ કરી રહી છે. BSA ગોલ્ડ સ્ટાર 650 15મી ઓગસ્ટે લોન્ચ થશે.

આ બાઇક કંપનીની સફરની વાત કરીએ તો તે 1861થી કામ કરી રહી છે. તે સમયે આ કંપની મારક હથિયારોનું કામ કરતી હતી. 1903 માં, કંપનીએ મોટરસાયકલ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો અને 1910 માં પ્રથમ મોડેલ રજૂ કર્યું. 1951માં કંપનીએ ટ્રાયમ્ફ એન્જિનિયરિંગ લિ.ને હસ્તગત કરી. 1950 થી 1960 સુધીના એક દાયકા સુધી સમગ્ર યુકેમાં BSA કંપનીની બાઇકનો દબદબો હતો.


BSA ગોલ્ડ સ્ટાર 650 કેવું હશે?

BSA ગોલ્ડ સ્ટાર 650 કેવું હશે?

બાઇકની ડિઝાઇનની વાત કરીએ તો બાઇકમાં રાઉન્ડ હેડલેમ્પ જોવા મળે છે. ટ્વીન પોડ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ પણ ઉપલબ્ધ હશે. બાઇકમાં 12 લીટરની ફ્યુઅલ ટેન્ક મળી શકે છે. આ સિવાય સીટ સ્પ્લિટને બદલે એક હોઈ શકે છે. આ બાઇકની બાકી કિંમત 15 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે.

આ બાઇક ભારતીય બજારમાં રોયલ એનફિલ્ડના ઇન્ટરસેપ્ટર 650 સાથે સીધી સ્પર્ધા કરશે. BSA ગોલ્ડ સ્ટારમાં 650 cc એન્જિન હશે, જે 45 bhpની મહત્તમ શક્તિ અને 55 ન્યૂટન મીટરનો મહત્તમ ટોર્ક જનરેટ કરશે. આ બાઇકમાં લિક્વિડ કૂલ્ડ સિંગલ સિલિન્ડર એન્જિન હશે.

(ડિસ્‍ક્‍લેમર: અહીં રજૂ કરેલી માહિતી જુદા જુદા ફાયનાન્સિયલ એક્સપર્ટસના અંગત આકલનો મુજબ હોય છે. વેબસાઈટના આ અંગે કોઈ અંગત અભિપ્રાય નથી. માર્કેટમાં કરેલું દરેક પ્રકારનું રોકાણ જોખમોને આધીન હોય છે. કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારા વિશ્વાસુ ફાયનાન્સિયલ એક્સપર્ટની સલાહ અચૂક લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top