વિપક્ષ વિહીન થયું દેશનું આ રાજ્ય, એકમાત્ર ધારાસભ્ય સત્તાધારી પાર્ટીમાં થઈ ગયા સામેલ

વિપક્ષ વિહીન થયું દેશનું આ રાજ્ય, એકમાત્ર ધારાસભ્ય સત્તાધારી પાર્ટીમાં થઈ ગયા સામેલ

07/11/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

વિપક્ષ વિહીન થયું દેશનું આ રાજ્ય, એકમાત્ર ધારાસભ્ય સત્તાધારી પાર્ટીમાં થઈ ગયા સામેલ

Sikkim: સિક્કિમ દેશનું એવું રાજ્ય બની ગયું છે, જે પૂરી રીતે વિપક્ષ વિહીન થઈ ગયું છે. અહી વિપક્ષી પાર્ટીના માત્ર એક જ ધારાસભ્ય હતા. તેઓ પણ હવે સત્તાધારી પાર્ટીમાં સામેલ થઈ ગયા. 2 જૂને સિક્કિમ વિધાનસભાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ચૂંટણીમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)એ 32માંથી 31 સીટો જીતી હતી. તો સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ (SDF) તરફથી તેનજિંગ નોરબૂ લામ્થાને જીત મળી હતી. મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે ફેસબુક પર લખ્યું કે, ‘મને આજે પોતાના સરકારી આવાસ મિન્ટોકગાંગ પર 23 સિયારી વિધાનસભા સીટથી ધારાસભ્ય તેનજિંગ નોરબૂ લામ્થાને મળીને ખૂબ ખુશી થઈ. તેઓ હવે સત્તાવાર અમારા SKM પરિવારમાં સામેલ થઈ ગયા છે.


10 વર્ષમાં બીજી વખત વિપક્ષ મુક્ત થયું સિક્કિમ:

10 વર્ષમાં બીજી વખત વિપક્ષ મુક્ત થયું સિક્કિમ:

10 વર્ષમાં આ બીજી વખત છે, જ્યારે સિક્કિમમાં વિપક્ષી પાર્ટીના કોઇ ધારાસભ્ય નથી. ઉલ્લેખનીય છે કે 2 જૂને આવેલા પરિણામોમાં SKMએ 32માંથી 31 સીટો જીતી હતી. વર્તમાનમાં વિધાનસભામાં 32માંથી 30 ધારાસભ્ય છે. તેમાંથી બધા હવે SKMના સભ્ય છે. સોરેંગ ચાકુંગ મતવિસ્તારથી મુખ્યમંત્રી તમાંગ અને નામચી સિંધીથાંગ સીટથી તેમના પત્ની કૃષ્ણ કુમારી રાયના રાજીનામાં બાદ 2 સીટો ખાલી છે. 2 મતવિસ્તારથી ચૂંટાયેલા તમાંગે રેનૉકનું પ્રતિનિધિત્વ કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે.


કોણ છે તેનજિંગ નોરબૂ લામ્થા?

કોણ છે તેનજિંગ નોરબૂ લામ્થા?

તેનજિંગ નોરબૂ લામ્થાની ગણતરી SDFના મોટા નેતાઓમાં કરવામાં આવે છે. વિધાનસભાની ચૂંટણીઓમાં વરિષ્ઠ SKM નેતા અને શિક્ષણ મંત્રી કુંગા નિમા લેપ્ચાને તેમણે 1,314 મતથી હરાવ્યા હતા. 2 જૂને ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ જ તેઓ SKMમાં સામેલ થઈ જશે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી. જો કે, ચૂંટણી બાદ જ્યારે તેનજિંગ નોરબૂ લામ્થાને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ SKMમાં સામેલ થશે? તો તેમણે કહ્યું હતું કે, તેઓ પોતાનો કોઈ પણ નિર્ણય જનતાને પૂછીને જ નક્કી કરશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top