પ્રેમીએ એક જ મંડપમાં બે પ્રેમીકાઓ સાથે કર્યા લગ્ન, સગા-સંબંધીઓ અને ગ્રામજનોએ કર્યો ફૂલોનો વરસાદ

પ્રેમીએ એક જ મંડપમાં બે પ્રેમીકાઓ સાથે કર્યા લગ્ન, સગા-સંબંધીઓ અને ગ્રામજનોએ કર્યો ફૂલોનો વરસાદ

12/02/2023 National

SidhiKhabar

SidhiKhabar

પ્રેમીએ એક જ મંડપમાં બે પ્રેમીકાઓ સાથે કર્યા લગ્ન, સગા-સંબંધીઓ અને ગ્રામજનોએ કર્યો ફૂલોનો વરસાદ

રાજસ્થાનમાં બાંસવાડા જિલ્લાના આનંદપુરી વિસ્તારમાં એક અનોખા લગ્ન થયા છે. અહી આમલિયા આંબાદરા ગામમાં એક વરરાજાએ પોતાની બે પ્રેમિકાઓ સાથે 7 ફેરા લીધા છે. એવું નથી કે આ લગ્ન ચૂપચાપ થયા હોય, પરંતુ બધા રીત રિવાજો સાથે સંબંધીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં થયા. બધાએ ફૂલોનો વરસાદ કરીને વર અને બંને દુલ્હનોને આશીર્વાદ આપ્યા. વરરાજાને પહેલી પ્રેમિકાથી 2 બાળકો છે. મીડિયા રિપોર્ટ મુજબ, આંબદરાના રહેવાસી નરેશ પારગીએ ગુરુવારે રાત્રે ખંડોરા ગામના રહેવાસી શંકરલાલની પુત્રી રેખા અને અમરુ ડામોરની પુત્રી અનિતા સાથે સંપૂર્ણ રીત રિવાજ મુજબ લગ્ન કર્યા.


આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે રીત રિવાજો બાકી હતા

વરરાજા નરેશે જણાવ્યું કે, વર્ષ 2013માં તેનું રેખા પર દિલ આવ્યું હતું. બંને એક બીજાને પસંદ કરવા લાગ્યા. તેના પર રેખાને નાતરા કરીને એટલે કે લગ્ન કર્યા વિના ઘરે લઈ ગયો. ત્યારબાદ વર્ષ 2018માં તેને અનિતા સાથે પ્રેમ થઈ ગયો. તેને પણ તે ઘરે લઈ ગયો, પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તે બંને સાથે લગ્ન કરી શકતો નહોતો. તેના કારણે સામાજિક રીત રિવાજ બાકી હતા. એટલે ગુરુવારે રાત્રે ધામધૂમથી ઢોલ-નગારાઓ સાથે તેણે બંને પ્રેમિકાઓ સાથે લગ્ન કર્યા. આ અનોખા લગ્ન જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો પહોંચ્યા હતા. દરેકે આ લગ્નના વીડિયો પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કર્યા. વર અને બંને વધુઓએ પોતાની મરજીથી આ લગ્ન કર્યા છે.


પહેલી પ્રેમીકાના છે બે સંતાન

પહેલી પ્રેમીકાના છે બે સંતાન

દુલ્હન રેખાએ જણાવ્યું કે, પ્રેમ પ્રસંગ બાદ તે નરેશના ઘરે રહે છે. નરેશના પરિવારે પણ તેને સ્વીકારી લીધી. ત્યારબાદ તેણે એક દીકરીને જન્મ આપ્યો. હવે તે 6 વર્ષની છે. 2 મહિના અગાઉ એક દીકરાનો પણ જન્મ થયો છે. તો દુલ્હન અનિતાએ જણાવ્યું કે, વર્ષ 2018માં તેનો નરેશ સાથે પ્રેમ પ્રસંગ થયો હતો. નરેશની પહેલી પત્ની હોવા છતા તે તેને સ્વીકાર કરીને તેની સાથે રહે છે. નરેશ ગુજરાતમાં મજૂરી કરીને થોડા પૈસા ભેગા કરીને સામાજિક રીત-રિવાજો મુજબથ લગ્ન કરવા માગતો હતો. તો હવે લગ્ન થયા છે. નિમંત્રણ પત્રિકામાં બંને દુલ્હનોના નામ લખવામાં આવ્યા છે. નિમંત્રણ પત્રિકા પરિવારજનો અને પરિચિતોમાં વહેંચવામાં આવી. ગુરુવારે સવારે નાતરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને રાત્રે લગભગ 11:00 વાગ્યે સામાજિક રીત રિવાજો મુજબ બંને દુલ્હનોને ફૂલ માળા પહેરાવીને 7 ફેરા લીધા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top