કોણ હતો ગુરુ વાઘમારે? જેની બોડી પર મળ્યા દુશ્મનોના નામના ટેટૂ!

કોણ હતો ગુરુ વાઘમારે? જેની બોડી પર મળ્યા દુશ્મનોના નામના ટેટૂ!

07/27/2024 National

SidhiKhabar

SidhiKhabar

કોણ હતો ગુરુ વાઘમારે? જેની બોડી પર મળ્યા દુશ્મનોના નામના ટેટૂ!

મુંબઇના વર્લી વિસ્તારમાં એક સ્પામાં ગુરુ વાઘમારે નામના હિસ્ટ્રી શીટરની હત્યા કરી દેવામાં આવી. પોલીસે આ મામલે 3 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. સાથે જ જણાવ્યું કે, વાઘમારેની બોડી પર 22 લોકોના નામના ટેટૂ પણ મળ્યા છે. પોલીસ મુજબ, આ નામ એ લોકોના હોય શકે છે, જેમની વાઘમારે સાથે દુશ્મની રહી હશે. ઉલ્લેખનીય છે કે વાઘમારે પોતે RTI એક્ટિવિસ્ટ હોવાનો દાવો કરતો હતો, પરંતુ તેની વિરુદ્ધ ઘણા ગુનાહિત કેસ પણ નોંધાયેલા હતા. તેની હત્યા બુધવારની સવારે સેન્ટ્રલ મુંબઇના વર્લીમાં સ્થિત સોફ્ટ ટચ સ્પામાં કરી દેવામાં આવી.


6 લાખની સુપારી બાદ મર્ડર:

રિપોર્ટ્સ મુજબ, ગુરુવારે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સ્પાના માલિક સંતોષ શેરેકરના નામનું ટેટૂ પણ વાઘમારેની બોડી પર હતું. પોલીસે શેરેકર સિવાય વધુ 2 લોકોની ધરપકડ કરી છે. વાઘમારેના શબની ઓટોપ્સી દરમિયાન જાણકારી મળી કે તેણે પોતાની જાંઘ પર 22 લકોના નામ ટેટૂ કરાવી રાખ્યા હતા. પોલીસ મુજબ, શેરેકરે કથિત રૂપે મોહમ્મદ ફિરોજ અન્સારી નામના એક વ્યક્તિને વાઘમારેની હત્યા કરવા માટે 6 લાખ રૂપિયાની સુપારી આપી હતી. એવું એટલે કેમ કે વાઘમારે તેને રંગદારીની ધમકી આપી રહ્યો હતો. અન્સારી પણ નાલાસોપારામાં એક સ્પા ચલાવતો હતો.


સ્પા માલિકો પાસે કરતો હતો વસૂલી:

સ્પા માલિકો પાસે કરતો હતો વસૂલી:

ગુરુ વાઘમારે કથિત રૂપે મુંબઇ, નવી મુંબઇ, થાણે અને પાલઘરમાં સ્પા માલિકો પાસે ઉઘરાણી કરતો હતો. આ કામ તે વર્ષ 2010થી કરી રહ્યો હતો અને તેની વિરુદ્ધ વસૂલી, દુષ્કર્મ અને ઉત્પીડનના કેસ નોંધાયેલા છે. વાઘમારે વિરુદ્ધ 8 સંગીન ગુના અને 22 સાદા ગુના નોંધાયેલા હતા. કેસમાં કુલ મળીને અત્યાર સુધી 5 લોકો પોલીસના શંકાના દાયરામાં છે. પોલીસ આ હત્યાકાંડમાં વાઘમારેની ગર્લફ્રેન્ડની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે. તેની હત્યા બ્લેડથી ગળું કાપીને અને પેટમાં છરો મારીને કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે તપાસ ચાલી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top