ગુજરાતમાં આટલા દિવસમાં ફરી વળશે મેઘરાજા..' જાણો અમદાવાદથી લઈને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

ગુજરાતમાં આટલા દિવસમાં ફરી વળશે મેઘરાજા..' જાણો અમદાવાદથી લઈને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

06/10/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતમાં આટલા દિવસમાં ફરી વળશે મેઘરાજા..' જાણો અમદાવાદથી લઈને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

Weather In Gujarat : ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે. ત્યારે રવિવારે (નવમી જૂન) રાજ્યનો વિવિધ ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગે છ દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, આજે (10મી જૂન) વડોદરા, ભરૂચ, નર્મદા,  સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં હળવો વરસાદ વરસી શકે છે.


આ શહેરોમાં વરસાદની આગાહી

આ શહેરોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (10મી જૂન) ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, પંચમહાલ અને દાહોદમાં હળવો વરસાદ થઇ શકે છે. જ્યારે વડોદરા, સુરત, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, ભરૂચ, નવસારી અને તાપીમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 11મી જૂને ગીર સોમનાથ, ભાવનગર, પંચમહાલ, વલસાડ, દાહોદ, અમરેલી, છોટા ઉદેપુર, નવસારી, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં હળવો વરસાદ થઇ શકે છે.

12મી અને 13 જૂન સુરત, ભાવનગર, તાપી, અમરેલી, ડાંગ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત 14મી,15મી અને 16મી જૂનના રોજ નવસારી, અમરેલી, વલસાડ, ગીર સોમનાથ, ડાંગ જૂનાગઢ અને તાપીમાં વરસાદ થઇ શકે છે.આ રાજ્યમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો

આ રાજ્યમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો

ઉલ્લેખનીય છે કે, રવિવારે રાજ્યનો વિવિધ ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ, ભરૂચ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન તવરા નજીક ભારે પવન કારણે રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં એક કાર અને રીક્ષા દબાઈ ગઈ હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top