નાણા મંત્રીએ જણાવ્યું 4 જૂન બાદ ક્યાં જશે શેર માર્કેટ, બોલ્યા-બજાર નથી પસંદ કરતા..
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, 4 જૂને ભાજપ માટે એક સારું પરિણામ આવશે, જેનો અર્થ એ હોય શકે કે શેર બજાર વાસ્તવમાં ઉપર જઇ શકે છે. S&P રેટિંગ અપગ્રેડ ભારતીય અર્થવ્યવસ્થા માટે એક સારું શગૂન હોય શકે છે. તેમણે S&P ગ્લોબલ દ્વારા ભારત માટે રેટિંગને સ્ટેબલથી પોઝિટિવ કરવા સાથે જોડાયેલા સવાલ પર પોતાના વિચાર રાખ્યા હતા. તેમણે કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ અને અર્થવ્યવસ્થા માટે સારા શગૂન છે.
નિર્મલા સીતારમણે કહ્યું કે, તેમણે જે કારણ બતાવ્યા એ સ્પષ્ટ દેખાડે છે કે કેમ અર્થવ્યવસ્થા માટે દૂરદર્શી નેતૃત્વની જરૂરિયાત છે. એ બતાવે છે કે દેશને એક એવા નેતાની જરૂરિયાત છે, જે બધાને સાથે લઈને ચાલે, એ સુનિશ્ચિત કરે કે એસેટ બનાવવા માટે ખર્ચ કરવામાં આવે, ન કે રેવેન્યૂ ખર્ચ કરવા માટે, જે માત્ર ક્યારેક ક્યારેક જ સારું લાગે છે. વડાપ્રધાને પાયાના ઢાંચા પર વધુ પૈસા ખર્ચ કરવા અને ગુણવત્તાપૂર્ણ વ્યય સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. S&Pએ પોતે જણાવ્યું છે કે તેણે ગ્રેડ કેમ બદલ્યો છે અને એ પણ દેખાડ્યું કે 24 મહિનામાં આપણને સારા ગ્રેડ આપવાની પૂરી સંભાવના છે.
જો ભાજપ સામાન્ય ચૂંટણી જીતે છે તો શું 4 જૂને શેર બજારમાં તેજી જોવા મળશે? આ સવાલ પર નિર્મલા સીતારમણે કહ્યું કે, ભાજપ માટે સારું પરિણામ આવી રહ્યું છે. એ સ્થિરતાના સંકેત આપશે અને તેનો અર્થ શેર બજાર માટે સારો સંદેશ હશે અને એટલે એ વાસ્તવમાં ઉપર જઇ શકે છે. એ એક યોગ્ય તેજીનો બજાર હશે.
નિર્મલા સીતારમણે કહ્યું કે, વૈશ્વિક સ્તર પર અસ્થિરતા એક ખૂબ મોટો મુદ્દો છે. એટલે બજાર આ કારકોને જુએ અને પછી પ્રદર્શન કરે, તો ઘરેલુ બજાર બહારની અનિશ્ચિતતા એકદમ વિરુદ્ધ ચાલશે. એટલે નિશ્ચિત રૂપે ભારતીય શેર બજારો પાસે સેલિબ્રેશન મનાવવા માટે ઘણું છે અને તેઓ છેલ્લા 6-8 મહિનાથી જોઈ રહ્યા છે. બજારનું પોતાનું દિમાગ પણ છે અને તે નથી ઈચ્છતો કે એક અસ્થિર સરકાર સત્તામાં આવે. બજાર અસ્થિરતા ઇચ્છતા નથી, જે એક ગઠબંધનવાળી સરકારમાં હોય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp