હવે બાંગ્લાદેશી અધિકારીઓએ ISKCONના સભ્યોને ભારતમાં પ્રવેશતા રોક્યા
Bangladesh Crisis: બાંગ્લાદેશથી ભારત આવતા ISKCONના પ્રતિનિધિઓને ત્યાં રોકી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે તેમને ભારત જવાની મંજૂરી આપવામાં આવી નથી. બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર અત્યાચારનો સિલસિલો અટકવાનો નામ નથી લઈ રહ્યો. એક મીડિયા રિપોર્ટ અનુસાર, રવિવારે બેનાપોલ બોર્ડર ક્રોસિંગથી બાંગ્લાદેશ પોલીસ દ્વારા પ્રવાસ દસ્તાવેજો સાથે 10 કરતા વધુ ISKCONના સભ્યોને પાછા મોકલવામાં આવ્યા હતા. ISKCONના આ સભ્યો ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ડેઈલી સ્ટાર અખબારે બેનાપોલ ઈમિગ્રેશન પોલીસ ઓફિસર ઈન્ચાર્જ (OC) ઈમ્તિયાઝ અહસાનુલ કાદર ભુઈયાના સંદર્ભે જણાવ્યું હતું કે, 'અમે પોલીસની વિશેષ શાખાનો સંપર્ક કર્યો અને ઉચ્ચ અધિકારીઓને તેમને (સરહદ પાર ન કરવા) સૂચના આપી. ISKCONના સભ્યો પાસે કથિત રીતે માન્ય પાસપોર્ટ અને વિઝા હતા, પરંતુ તેમની પાસે તેમની મુસાફરી માટે જરૂરી સરકારી પરવાનગી નથી, તેઓ આવી પરવાનગી વિના આગળ વધી શકતા નથી.
શનિવારની રાત્રે અને રવિવારે સવારે વિવિધ જિલ્લાના ભક્તો સહિત 54 સભ્યો ચેકપોસ્ટ પર પહોંચ્યા હતા. પરવાનગી માટે કલાકો સુધી રાહ જોયા બાદ પણ તેમને કહેવામાં આવ્યું કે તેમની મુસાફરી અધિકૃત નથી. ISKCONના સભ્યોમાંથી એક સૌરભ તપંદર ચેલીએ જણાવ્યું હતું કે, 'અમે ભારતમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા, પરંતુ ઈમિગ્રેશન અધિકારીઓએ સરકારી પરવાનગીના અભાવનો સંદર્ભ આપીને અમને રોક્યા.'
આ ઘટનાક્રમ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે બાંગ્લાદેશમાં હિંદુ નેતા ચિન્મય કૃષ્ણ દાસની રાજદ્રોહના કેસમાં ધરપકડ બાદ ISKCON તપાસ હેઠળ છે. દાસના જામીન નકારવામાં આવ્યા બાદ દક્ષિણ-પૂર્વીય બંદર શહેર ચિત્તગોંગમાં ફાટી નીકળેલી હિંસામાં એક વકીલનું મોત થયું હતું, જેની વ્યાપક નિંદા થઈ હતી અને બાંગ્લાદેશમાં ISKCON પર પ્રતિબંધ મૂકવાની હાકલ થઈ હતી. બાંગ્લાદેશના અધિકારીઓએ ચિન્મય કૃષ્ણ દાસ સહિત 17 ISKCON સહયોગીઓના બેંક ખાતા 30 દિવસ માટે ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp