ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે તેવો દાવો! એકનાથ નહીં તો નાયબ મુખ્યમંત્રી કોણ બનશે? નવી સર

ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે તેવો દાવો! એકનાથ નહીં તો નાયબ મુખ્યમંત્રી કોણ બનશે? નવી સરકારની સ્થિતિ જાણો

12/02/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે તેવો દાવો! એકનાથ નહીં તો નાયબ મુખ્યમંત્રી કોણ બનશે? નવી સર

Maharashtra New CM: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને પૂર્ણ બહુમતી મળી છે અને 5 ડિસેમ્બરે નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહ માટે મંચ તૈયાર છે. એવામાં હવે મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે રાજ્યની કમાન કોને મળશે? ભાજપના વરિષ્ઠ નેતાઓનો દાવો છે કે દેવેન્દ્ર ફડણવીસનું નામ મુખ્યમંત્રી ચહેરા માટે ફાઈનલ થઈ ગયું છે. એકનાથ શિંદે પણ તેના માટે પ્રબળ દાવેદાર હતા. તેઓ નાયબ મુખ્યમંત્રી બને શક્યતાઓ હતી, પરંતુ એવું માનવામાં આવે છે કે તેઓ આ પદ નહી સ્વીકારે. એકનાથ શિંદે નહીં તો શિવસેનામાંથી નાયબ મુખ્યમંત્રી કોણ બનશે? ચાલો જાણીએ.

મહાયુતિના ઘટક દળોની આજે અથવા આવતીકાલે બેઠક યોજાવાની છે, જેમાં દેવેન્દ્ર ફડણવીસને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવે તેવી શક્યતા છે. સમાચાર એજન્સી PTIએ ભાજપના એક વરિષ્ઠ નેતાના સંદર્ભે કહ્યું કે, મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઈનલ થઇ ગયું છે, જેમને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે. આ અગાઉ કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે, તેઓ નવા મુખ્યમંત્રીની પસંદગી કરવાના ભાજપના નિર્ણયને સમર્થન આપશે.


શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી પણ આવશે

શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી પણ આવશે

આ દરમિયાન એકનાથ શિંદે પણ તેમના વતન ગામ સતારાથી મુંબઈ આવી ગયા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, મુખ્યમંત્રી પદ પર ભાજપ હાઈકમાન્ડ જે નિર્ણય લેશે તે તેમને અને તેમની પાર્ટી શિવસેનાને સ્વીકાર્ય રહેશે. નવી મહાયુતિ સરકારમાં પુત્ર શ્રીકાંત શિંદે નાયબ મુખ્યમંત્રી બનવાના સવાલ પર એકનાથે કહ્યું કે આ મામલે વાતચીત ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે શિવસેનાએ ગૃહ વિભાગ માટે દાવો રજૂ કર્યો છે.

5 ડિસેમ્બરે સાંજે મુંબઈના આઝાદ મેદાનમાં વડાપ્રધાન મોદીની હાજરીમાં મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપ 132 સીટો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી, જ્યારે સાથી પક્ષ એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેના અને અજીત પવારના નેતૃત્વવાળી NCPને અનુક્રમે 57 અને 41 સીટો મળી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top