અમદાવાદ: છાકટા કાર ચાલકે 2 નિર્દોષ યુવાનોને કચડી માર્યા
Road Accident Ahmedabad: રાજ્યમાં દારુબંદી હોવા છતા અવારનવાર દારુ પકડાવા અને દારુ પીને છાકટા બનેલા નબીરાઓ દ્વારા અકસ્માત સર્જવાની ઘટના સામે આવતી રહે છે. અમદાવાદમાં નશો કરી વાહન ચલાવનારને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ એક બાદ એક અકસ્માત સર્જી રહ્યા છે. થોડા દિવસ અગાઉ અમદાવાદમાં ઓડી કાર ચાલકે એક બાદ એક ઘણી ગાડીઓને અડફેટે લઇ લીધી હતી. તે નશાની હાલતમાં હતો. તેણે આ હાલતમાં જે કર્યું તેનુંય તેને પછતાવો નહોતો દેખાતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ તઇ નહોતી, પરંતુ હવે અમદાવાદથી જ વધુ એક ઘટના સામે આવી છે, જેમાં નશામાં એક કાર ચાલક 2 યુવકોને ચકડી નાખે છે.
અમદાવાદના દહેગામથી નરોડા હાઈવે પર કાર ડિવાઇડર કૂદીને રોંગ સાઇડમાં જતી રહેતા એક્ટિવા પર આવતા 2 યુવકો તેની અડફેટે આવી ગયા હતા. બંને યુવકોને ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયા હતા. સ્થાનિકોએ પણ આરોપ લગાવ્યો હતો કે, ડ્રાઇવર ગોપાલ પટેલ (રહે. નરોડા) નશાની હાલત હતો. સમગ્ર ઘટનાને લઇને પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. મૃતકોની ઓળખ મૃતકોની ઓળખ અમિત રાઠોડ (ઉંમર 26 વર્ષ) અને વિશાલ રાઠોડ (ઉંમર 27 વર્ષ)ના રૂપમાં થઇ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp