આજે 20 જિલ્લાના ખેડૂતો આ 5 માગણીઓ સાથે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે
Delhi Farmer Protest: જો તમે નોઇડાથી દિલ્હી અને દિલ્હીથી નોઇડાની મુસાફરી કરો છો, તો જરા ધ્યાન આપો. હકીકતમાં, નોઇડા, ગ્રેટર નોઇડા અને યમુના ઓથોરિટી વિસ્તારના લગભગ એક લાખ ખેડૂતો તેમની વિવિધ માગણીઓ માટે આજે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ત્યારે બોર્ડર પર જામનિ સ્થિતિ છે. આવી સ્થિતિમાં નોઇડા પોલીસે ઘણા માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ કર્યો છે. પોલીસે આ અંગે એડવાઇઝરી પણ જાહેર કરી છે. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં પણ પોલીસ અને પ્રશાસનની ટીમ અમને રોકશે ત્યાં અમે અનિશ્ચિતત સમય માટે બેસી જઇશું.
જૂના જમીન સંપાદન કાયદા હેઠળ, અસરગ્રસ્ત ખેડૂતોને 10% પ્લોટ અને 64.7% વધેલું વળતર આપવું જોઇએ.
1 જાન્યુઆરી, 2014 બાદ સંપાદિત કરેલી જમીન પર બજાર દર કરતા 4 ગણું વળતર અને 20% પ્લોટ આપવા જોઇએ.
જમીન વિહોણા ખેડૂતોના બાળકોને રોજગાર અને પુનર્વાસનનો લાભ મળવો જોઇએ.
હાઇ પાવર કમિટીએ પસાર કરેલા મુદ્દાઓ પર સરકારી આદેશો જાહેર કરવા જોઇએ.
વસ્તીવાળા વિસ્તારનો યોગ્ય રીતે નિકાલ થવો જોઇએ.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp