બાંકે બિહારી મંદિરના વાયરલ વીડિયો પર નવો ખુલાસો, આ ACનું પાણી નથી
Vrindavan Banke Bihari Mandir Video: હાલમાં જ એક વીડિયો વાયરલ થયો છે, જેના કારણે વૃદાવનનું બાંકે બિહારી મંદિર ચર્ચામાં આવ્યું છે. સોમવારે મંદિરનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં કેટલાક ભક્તો હાથીના મોઢાવાળી મૂર્તિમાંથી નીકળતું પાણી પીય રહ્યા હતા. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ પાણી ACમાંથી નીકળે છે. જો કે, આ અંગે લોકોની વિવિધ વિચારધારાઓ હતી. એક નવા મીડિયા રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે આ પાણી ACનું નથી, પરંતુ બાંકે બિહારીને સ્નાન કરાવ્યા બાદ નીકળતું પાણી છે.
હાલમાં જ લોકલ 18ની ટીમ આ મામલે તપાસ કરવા મથુરાના બાંકે બિહારી મંદિર પહોંચી અને વાયરલ થયેલા વીડિયોનું સત્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો. મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે હાથીના મોંઢામાંથી નીકળતું પાણી ACનું નથી. પૂજારીએ કહ્યું હતું કે ભગવાનના ગર્ભગૃહમાં કોઈ AC લગાવવામાં આવી નથી. જે લોકો તેને ACનું પાણી કહી રહ્યા છે તેઓ મૂર્ખ છે. આ અફવા ફેલાવનારા લોકો ધર્મની મજાક ઉડાવી રહ્યા છે.
બાંકે બિહારીના પૂજારીએ વધુમાં કહ્યું કે, 'આ સામાન્ય જળ નથી. જ્યારે ભગવાન બાંકે બિહારીને સ્નાન કરાવવામાં આવે છે અથવા ગર્ભગૃહની સફાઈ કરવામાં આવે છે, ત્યારે આ હાથીના મોંમાંથી પાણી વહે છે. બિહારીજીને સ્નાન કરાવવા માટે વપરાતું જળ અમૃતથી ઓછું નથી. જે લોકો તેને ACનું પાણી સમજે છે તેઓ ખૂબ મૂર્ખ છે. આ પાણીને પારસમણિ સાથે સરખાવતા પૂજારીએ કહ્યું કે જેમ પારસમણિના સ્પર્શ બાદ કોઈપણ વસ્તુ કિંમતી બની જાય છે, તેવી જ રીતે આ જળ પણ. તેમાં આપણા ભગવાનની મૂર્તિને સ્નાન કરાવવામાં આવી છે. ભક્તોએ પણ પાણીને ખૂબ જ ખાસ ગણાવ્યું અને ACના પાણીના દાવાને નકારી કાઢ્યો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp