સંભલમાં મંદિર-મસ્જિદ વિવાદનું સત્ય શું છે? 1879ના ASI રિપોર્ટે ખોલ્યું રહસ્ય! જાણો ઈતિહાસકારો શ

સંભલમાં મંદિર-મસ્જિદ વિવાદનું સત્ય શું છે? 1879ના ASI રિપોર્ટે ખોલ્યું રહસ્ય! જાણો ઈતિહાસકારો શું કહે છે?

11/26/2024 National

SidhiKhabar

SidhiKhabar

સંભલમાં મંદિર-મસ્જિદ વિવાદનું સત્ય શું છે? 1879ના ASI રિપોર્ટે ખોલ્યું રહસ્ય! જાણો ઈતિહાસકારો શ

Sambhal Kalki Temple 1879 ASI Report: ઉત્તર પ્રદેશનું સંભલ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. શાહી જામા મસ્જિદ (Sambhal Jama Masjid)ના સર્વેને લઈને થયેલા હોબાળાએ હિંસાનું સ્વરૂપ લીધું હતું, જેમાં 4 લોકોના મોત થઇ ગયા હતા. ઘણા લોકો દાવો કરે છે કે શાહી જામા મસ્જિદની જગ્યાએ એક સમયે ભગવાન વિષ્ણુનું હરિહર મંદિર હતું. હિંદુ ધર્મ અનુસાર, કળિયુગના અંતિમ તબક્કામાં આ જગ્યાએ ભગવાન વિષ્ણુના 10મા અવતાર એટલે કે ભગવાન કલ્કિનો જન્મ થશે.

હિન્દુ પક્ષનું કહેવું છે કે, હરિહર મંદિરને તોડીને અહીં મસ્જિદ બનાવવામાં આવી હતી. પરંતુ શું તમે જાણો છો કે ભારતીય પુરાતત્વ વિભાગ (ASI)ના રિપોર્ટમાં શું ખુલાસો થયો છે? ઘણા ઈતિહાસકારોએ પણ આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે. તો ચાલો ઈતિહાસના પાનાં ફેરવીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે આખું સત્ય શું છે?


હિન્દુ પક્ષના વકીલનો દાવો

પ્રખ્યાત વકીલ વિષ્ણુ શંકર જૈન કહે છે કે મુઘલ શાસક બાબરે 1526માં શ્રી હરિહર મંદિરને તોડી પાડ્યું હતું. શાહી જામા મસ્જિદ કમિટીએ આ જગ્યા પર બળજબરીથી કબજો કરી લીધો છે. આ કેસને લગતી અરજી પર સુનાવણી કરતા કોર્ટે મસ્જિદમાં સર્વે કરવાનો આદેશ આપ્યો હતો અને 29 નવેમ્બર સુધીમાં રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું હતું.

કોર્ટમાં હિંદુ પક્ષ વતી લડી રહેલા એડવોકેટ વિષ્ણુ શંકર જૈને પણ બાબરની આત્મકથાના સંદર્ભે કહ્યું કે બાબરનામામાં લખ્યું છે કે 933 હિજરીમાં બાબરે સંભલના એક હિંદુ મંદિરને મસ્જિદમાં રૂપાંતરિત કર્યું હતું. બાબરનો આ હુકમ આજે પણ મસ્જિદમાં ઉપસ્થિત છે. જો કે, ઘણા લોકો દાવો કરે છે કે જામા મસ્જિદમાં હાજર બાબરનો શિલાલેખ ખોટો છે.


હિંદુ ધર્મમાં સંભાલનું મહત્ત્વ

હિંદુ ધર્મમાં સંભાલનું મહત્ત્વ

હિંદુ ધર્મની પ્રાચીન માન્યતાઓ અનુસાર, કળિયુગના અંતિમ તબક્કામાં ભગવાન કલ્કિ અવતાર લેશે, ત્યારબાદ કળિયુગનો અંત આવશે અને સૃષ્ટિ ફરી એકવાર સત્યયુગથી શરૂ થશે. ધાર્મિક માન્યતાઓમાં, ભગવાન કલ્કિનું જન્મસ્થળ ઉત્તર પ્રદેશનો સંભલ જિલ્લો છે. ઘણા લોકો કહે છે કે ભગવાન વિષ્ણુ એ જ જગ્યાએ દસમા અવતારના રૂપમાં પ્રકટ થશે, જ્યાં બાબરે હરિહર મંદિર તોડીને 1526માં મસ્જિદ બનાવી હતી.


ઈતિહાસકારો શું કહે છે?

પ્રખ્યાત ઈતિહાસકારો મીનાક્ષી જૈન અને શ્રી રામ શર્મા કહે છે કે અયોધ્યા અને સંભલના મંદિરો પણ પ્રાચીન મંદિરોમાંથી એક હતા, જેને બાબરે 1526-1530ની વચ્ચે તોડવાનો આદેશ આપ્યો હતો. મીનાક્ષી જૈને 2023માં આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અયોધ્યા બાદ ભારતમાં બાબર દ્વારા બનાવવામાં આવેલી બીજી મસ્જિદ સંભલમાં છે. બાબરે તેના સેનાપતિને મંદિર તોડીને ત્યાં મસ્જિદ બનાવવાનો આદેશ આપ્યો હતો. મસ્જિદ પર લખેલા શિલાલેખો સાક્ષી આપે છે કે અગાઉ ત્યાં એક મંદિર હતું, જેના પર મસ્જિદ બનાવવામાં આવી હતી.


ASI રિપોર્ટ શું કહે છે?

ASI રિપોર્ટ શું કહે છે?

1879ના ASI રિપોર્ટ અનુસાર જામા મસ્જિદના સ્લેબ પર બાબરનો શિલાલેખ છે. સ્થાનિક હિન્દુઓ દાવો કરે છે કે આ સ્લેબની પાછળના હિસ્સા પર મંદિરનો વાસ્તવિક શિલાલેખ પણ ઉપસ્થિત છે. જો કે, આ દાવાઓમાં કેટલું સત્ય છે? 29 નવેમ્બરે રજૂ થનારા સર્વે રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થશે.


કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ

તમને જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાહી જામા મસ્જિદથી 20 કિલોમીટરના અંતરે કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. આ મંદિરના નિર્માણની જવાબદારી કલ્કિ ધામ કન્સ્ટ્રક્શન ટ્રસ્ટની છે, જેના પ્રમુખ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top