'આખો પ્લાન બની ગયો છે..', વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી; મુંબઈ પોલીસને આવ્યો ફોન
Mumbai police receives threat call against PM Modi: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જીવથી મારી નાખવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. આ ધમકી ફોન કરીને આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કૉલ આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપી છે. ધમકીભર્યા કૉલ બાદ પોલીસ એલર્ટ મોડ પર છે અને પોલીસે એક મહિલાની ધરપકડ કરી લીધી છે.
અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, ફોન કરનારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે આખો પ્લાન બની ગયો છે. હાલમાં મુંબઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને આરોપીની મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે અને તમામ પ્રોટોકૉલનું પાલન કરવામાં આવી રહ્યું છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ મામલે મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધીને એક મહિલાની ઓળખ કરવામાં આવી છે. પોલીસે કહ્યું છે કે ધરપકડની પ્રક્રિયાપૂરી કરી લેવામાં આવી છે. મહિલા માનસિક રીતે અસ્વસ્થ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp