થઇ ગયું નક્કી ડોનાલ્ડ ટ્રમ્પ સામે કોણ લડશે રાષ્ટ્રપતિની ચૂંટણી

થઇ ગયું નક્કી ડોનાલ્ડ ટ્રમ્પ સામે કોણ લડશે રાષ્ટ્રપતિની ચૂંટણી

07/27/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

થઇ ગયું નક્કી ડોનાલ્ડ ટ્રમ્પ સામે કોણ લડશે રાષ્ટ્રપતિની ચૂંટણી

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે સત્તાવાર રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટના માધ્યમથી આ જાણકારી આપતાં કમલાએ કહ્યું કે તેમણે દાવેદારી માટેના ફોર્મ પર સહી કરી દીધી છે અને સત્તાવાર રૂપે ષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવાની જાહેરાત કરી રહ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમના પત્ની મિશેલ ઓબામાએ રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારના રૂપમાં કમલા હેરિસને સમર્થન આપ્યા બાદ જ, તેમનો ચૂંટણી લડવાનો રસ્તો ચોખ્ખો થઇ ગયો હતો.


ટ્રમ્પ વિરુદ્વ વધુ મજબૂત થઇ કમલાની દાવેદારી

ટ્રમ્પ વિરુદ્વ વધુ મજબૂત થઇ કમલાની દાવેદારી

બરાક અને મિશેલ ઓબામાએ કમલાનું સમર્થન કરતા કહ્યું હતું કે તેઓ અમેરિકાના એક શાનદાર રાષ્ટ્રપતિ સાબિત થશે. બરાક ઓબામાએ હેરિસને કહ્યું, 'નવેમ્બરમાં થનારી ચૂંટણીમાં તમને જીત અપાવવા માટે અમે દરેક સંભવ પ્રયાસ કરીશું.' તેની સાથે ઉપરાષ્ટ્રપતિ હેરિસને દેશના 2 સૌથી લોકપ્રિય ડેમોક્રેટ્સનું જરૂરી સમર્થન મળી ગયું. રાષ્ટ્રપતિ જો બાઇડેન રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીને રેસથી બહાર થયાના થોડા દિવસો બાદ ઓબામાએ 59 વર્ષીય હેરિસને સમર્થન આપ્યું હતું., જેથી રિપબ્લિકન પ્રતિદ્વંદ્વી ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્વ તેમનો પડકાર વધુ મજબૂત થઇ ગયો.


ઓબામાએ તરત નહોતું કર્યું કમલાનું સમર્થન

ઓબામાએ તરત નહોતું કર્યું કમલાનું સમર્થન

તમને જણાવી દઇએ કે રાષ્ટ્રપતિ બાઇડેને રવિવારે ચૂંટણી ન લડવાની જાહેરાત કર્યા બાદ ઓબામાએ તરત જ હેરિસનું સમર્થન કર્યું નહોતું. ઓબામાએ ઉપરાષ્ટ્રપતિને સમર્થન આપવા માટે એક વીડિયો જાહેર કર્યો. ઓબામાએ 'X' પર એક પોસ્ટમાં કહ્યું, 'આ અઠવાડિયાની શરૂઆતમાં મિશેલ અને મેં પોતાના મિત્ર કમલા હેરિસને ફોન કર્યો. અમે તેમને કહ્યું કે અમને લાગે છે કે તેઓ અમેરિકાના એક શાનદાર રાષ્ટ્રપતિ બનશે. આપણા દેશ માટે આ નિર્ણાયક સમયેમાં, અમે નવેમ્બરમાં થનારી ચૂંટણીમાં તેમની જીત સુનિશ્ચિત કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરીશું. અમને આશા છે કે તમે અમારી સાથે જોડાશો.


કમલા હેરિસે બરાક અને મિશેલનો આભાર માન્યો

પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ હેરિસને ફોન પર કહ્યું, 'મિશેલ અને મને તમારું સમર્થન કરવા પર ખૂબ ગર્વ છે અને અમે તમને આ ચૂંટણી જીતવા અને તમને ઓવલ ઓફિસ (રાષ્ટ્રપતિ કાર્યાલય) સુધી પહોંચાડવા માટે દરેક સંભવ પ્રયાસ કરીશું.' તો મિશેલ ઓબામાએ કહ્યું કે, મને તમારા (કમલા હેરિસ) પર ગર્વ છે. એ ઐતિહાસિક હશે. હેરિસે સમર્થન અને તેમની મિત્રતા માટે આભાર વ્યક્ત કર્યો. તેણે કહ્યું, ‘તમારા બંનેનો આભાર. એ મારા માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે. અમે તેમની સાથે કંઇક સારું કરીશું.


અમેરિકામાં 5 નવેમ્બરે થવાની છે રાષ્ટ્રપતિની ચૂંટણી

અમેરિકામાં 5 નવેમ્બરે થવાની છે રાષ્ટ્રપતિની ચૂંટણી

તમને જણાવી દઇએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને રવિવારે જાહેરાત કરી હતી કે તેઓ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડે. તેની સાથે તેમણે ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ઉપરાષ્ટ્રપતિ હેરિસના નામને મંજૂરી આપી હતી. બાઇડેન રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર થયા બાદ, ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ નેતા હેરિસના સમર્થન તાત્કાલિક ઉભા થઇ ગયા. અમેરિકામાં આ વર્ષે 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રસ્તાવિત છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top