મોંઘવારીથી પ્રજાને મળી શકે છે મોટી રાહત, પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર આટલાં રૂપિયાના ઘટાડાન

મોંઘવારીથી પ્રજાને મળી શકે છે મોટી રાહત, પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર આટલાં રૂપિયાના ઘટાડાની સંભાવના

11/02/2022 National

SidhiKhabar

SidhiKhabar

મોંઘવારીથી પ્રજાને મળી શકે છે મોટી રાહત, પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર આટલાં રૂપિયાના ઘટાડાન

દેશભરમાં મોંઘવારીનો સામનો કરી રહેલા લોકોને થોડી રાહત મળવાની સંભાવના છે. પેટ્રોલ-ડીઝલના ભાવ ટૂંક સમયમાં ઘટી શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે.


કિંમતો ઘટાડવા પાછળનું કારણ વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો છે. તેના કારણે પેટ્રોલિયમ કંપનીઓનું માર્જિન પણ વધ્યું છે. હવે તેઓ ખોટને બદલે નફો કરવા લાગ્યા છે. તેને જોતા પેટ્રો કંપનીઓ ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયા સુધીનો ઘટાડો કરી શકે છે.


એક રિપોર્ટ અનુસાર, જો પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો થાય છે, તો મે 2022 પછી તેલની કિંમતોમાં આ પ્રથમ ઘટાડો હશે. મે મહિનામાં સરકારે બંને ઈંધણ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. ત્યારે સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી પ્રતિ લીટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટર ઘટાડી હતી. સરકારી ઓઈલ કંપનીઓને ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટું માર્જિન મળવા લાગ્યું છે. કંપનીઓને પેટ્રોલ પર 6 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 10 રૂપિયા સુધીનું માર્જિન મળી રહ્યું છે.

 


કેન્દ્ર સરકારના વિન્ડફોલ ટેક્સથી કંપનીઓના નફામાં હિસ્સો ઘટ્યો છે. તેની અસર એ છે કે સ્થાનિક બજારમાં તેલની કિંમતો પર દબાણ ઘટી રહ્યું છે. જો સરકાર પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કરે તો જનતાને મોંઘવારીમાં રાહત મળશે. નોંધનીય છે કે જ્યારે સરકારે એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી ત્યારે બ્રેન્ટ ક્રૂડની કિંમત 115 ડોલર પ્રતિ બેરલ હતી જે હાલમાં પ્રતિ બેરલ 95 ડોલર ચાલી રહી છે. સપ્ટેમ્બરમાં તેની કિંમત વધીને 90 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ હતી.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top