‘ટેક્સ ઇંગ્લેન્ડ જેવો અને સેવાઓ..’, કેન્દ્ર સરકારના સામાન્ય બજેટ પર શું બોલ્યા AAPસાંસદ રાઘવ ચડ

‘ટેક્સ ઇંગ્લેન્ડ જેવો અને સેવાઓ..’, કેન્દ્ર સરકારના સામાન્ય બજેટ પર શું બોલ્યા AAPસાંસદ રાઘવ ચડ્ઢા?

07/26/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

‘ટેક્સ ઇંગ્લેન્ડ જેવો અને સેવાઓ..’, કેન્દ્ર સરકારના સામાન્ય બજેટ પર શું બોલ્યા AAPસાંસદ રાઘવ ચડ

કેન્દ્રની મોદી સરકાર 3.0એ મંગળવારે પોતાનું સામાન્ય બજેટ રજૂ કર્યું. આ બજેટને લઈને સરકારે ઘણા મોટા દાવા કર્યા તો વિપક્ષ તેના પર પ્રહાર કરી રહ્યું છે. આ અનુસંધાને આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ઢાએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, ભારતમાં ટેક્સ ઇંગ્લેન્ડની જેમ લેવામાં આવે છે અને સેવાઓ સોમાલિયા જેવી મળે છે. છેલ્લા 10 વર્ષોમાં કેન્દ્ર સરકારે ટેક્સ લગાવીને સામાન્ય વ્યક્તિનું લોહી ચૂસ્યુ છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના 2024ની ચૂંટણીઓમાં દુર્દશાના 3 કારણ છે. પહેલું ઈકોનોમી છે, બીજું કારણ ઈકોનોમી છે અને ત્રીજું પણ ઈકોનોમી છે.


બિહાર અને આંધ્ર પ્રદેશને વીશેષ પેકેજ:

બિહાર અને આંધ્ર પ્રદેશને વીશેષ પેકેજ:

નાણામંત્રી નિર્મલા સીતારમણે 48 લાખ 21 હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું. તેમાં એકલા બિહાર અને આંધ્ર પ્રદેશને 1 લાખ કરોડથી વધુના વિકાસ કામોના નામ પર ભેટ આપવામાં આવી છે. બિહારને 58500 કરોડ રૂપિયા અને આંધ્ર પ્રદેશને 15000 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓ આપવાની જાહેરાત થઈ છે. તેને લઈને પણ વિપક્ષે સરકાર પર પ્રહાર કર્યો. વિપક્ષે આરોપ લગાવ્યો કે, કેન્દ્રમાં સહયોગી પાર્ટીઓની મદદથી બનેલી સરકારને બનાવી રાખવા માટે આ નિર્ણય લીધો છે.


બજેટની 20 મોટી વાતો:

બજેટની 20 મોટી વાતો:

ન્યૂ ટેક્સ રીજિમમાં રાહત. હવે 3 થી 7 લાખ રૂપિયાની આવક પર 5 ટકા ટેક્સ.

કેન્સરની દવા, સોનું અને ચાંદી, મોબાઈલ ફોન, વીજળી તાર અને એક્સ-રે મશીન સસ્તી.

પહેલી નોકરીવાળા માટે EPFOમાં 15,000 રૂપિયાની મદદ.

દેશભરમની સંસ્થાઓમાં એજ્યુકેશન લોન મળશે અને એજ્યુકેશન લોન પર 3 ટકા વ્યાજ સરકાર ચૂકવશે.

બિહાર અને આંધ્ર પ્રદેશ માટે વિશેષ પેકેજની જાહેરાત. બિહારને 58.9 હજાર કરોડ રૂપિયા, આંધ્રપ્રદેશને 15 હજાર કરોડ રૂપિયા. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વિશેષ સ્કીમ.

ખેતી માટે 1.52 લાખ કરોડ રૂપિયા, જોકે, બજેટમાં MSP પર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

દર વર્ષે 20 લાખ યુવાનોને ઈન્ટર્નશિપ.

મહિલાઓ અને છોકરીઓને લાભ પહોંચાડતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાનું પ્રાવધાન.

સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ, 1 કરોડ ઘરોને 300 યુનિટ ફ્રી વિજળી.

મુદ્રા લોન 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top