RBIએ EMI પર આપી રાહત, રેપો રેટમાં સતત બીજી વખત કર્યો ઘટાડો

RBIએ EMI પર આપી રાહત, રેપો રેટમાં સતત બીજી વખત કર્યો ઘટાડો

04/09/2025 Business

SidhiKhabar

SidhiKhabar

RBIએ EMI પર આપી રાહત, રેપો રેટમાં સતત બીજી વખત કર્યો ઘટાડો

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાનો લીધો છે. ત્યારબાદ  રેપો રેટ ઘટીને 6.0 ટકા પર આવી ગયો ગયો છે. RBIના આ પગલાની સીધી અસર બેન્કની લોન, લોન દર અને EMI પર પડશે. RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે નાણાકીય નીતિ સમિતિએ સર્વસંમતિથી રેપો રેટ ઘટાડવા સંમતિ આપી છે. રેપો રેટને ખરીદદાર પરચેઝર એગ્રીમેન્ટ પણ કહેવામાં આવે છે.  એટલે કે, આ એ દર છે જેના પર RBI દ્વારા વાણિજ્યિક બેન્કોને લોન પર નાણાં આપવામાં આવે છે. એવામાં, જો RBI દ્વારા રેપો રેટ સસ્તો કરવામાં આવે છે, તો તેનો સીધો ફાયદો ગ્રાહકોને મળે છે.

RBI ગવર્નરે કહ્યું કે, વૈશ્વિક અર્થતંત્ર હલચલ સાથે નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ છે. કેન્દ્રીય બેન્ક વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે ઉભા થયેલા જોખમ પર નજર છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રએ ભારતની નિકાસ પર ટેરિફ લાદ્યાના થોડા દિવસો બાદ RBIનું આ પગલું લેવામાં આવ્યું છે.


વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે RBIનો નિર્ણય

વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે RBIનો નિર્ણય

7-9 એપ્રિલ સુધી ચાલેલી MPC બેઠક બાદ બુધવારે સવારે RBI દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો. ત્યારબાદ, લોકોના ઘર અને કાર લોનના EMI ઘટશે. આ સતત બીજી વખત છે, જ્યારે RBIએ રેપો રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જોકે, નિષ્ણાતો પહેલાથી જ RBIના આ પગલાની અપેક્ષા રાખી રહ્યા હતા. ગત ફેબ્રુઆરીમાં, RBIએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ રેપો રેટ 6.50 ટકાથી ઘટીને 6.25 ટકા થયો હતો. જૂન 2023માં, RBI દ્વારા રેપો રેટ વધારીને 6.50 ટકા કરવામાં આવ્યો હતો. એટલે કે આ ફેરફાર 5 વર્ષમાં કરવામાં આવ્યો હતો.


લોન લેનારાઓને ફાયદો થશે

લોન લેનારાઓને ફાયદો થશે

જોકે, બેન્કમાં ડિપોઝિટ રેટમાં કોઈ ફેરફાર થવાની આશા ખૂબ ઓછી છે. એટલે કે, હોમ લોન લેનારાઓને બેન્ક તરફથી લાભ મળી શકે છે, પરંતુ થાપણદારોને તેનો લાભ મળવાનો નથી. મોંઘવારીને નિયંત્રિત કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો ટારગેટ 2 ટકાથી 6 ટકાની વચ્ચે રહે છે. હાલમાં ભારત આ બેન્ડમાં રહેલું છે. તેનો અર્થ એ થયો કે હવે RBIનું ધ્યાન વૃદ્ધિને વેગ આપવા પર રહેશે. નાના વ્યવસાયો, સ્ટાર્ટઅપ્સ અને સામાન્ય લોકો માટે આ રાહતના સમાચાર હશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top