દુનિયામાં ચારે તરફ મંદીના ડાકલા: અમેરિકા મંદીથી ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ હશે. શું હશે ભારતન

દુનિયામાં ચારે તરફ મંદીના ડાકલા: અમેરિકા મંદીથી ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ હશે. શું હશે ભારતની સ્થિતિ? જાણો

05/03/2023 Business

SidhiKhabar

SidhiKhabar

દુનિયામાં ચારે તરફ મંદીના ડાકલા: અમેરિકા મંદીથી ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ હશે. શું હશે ભારતન

Recession Probability Forecast 2023: હાલમાં દર અઠવાડિયે મોટી મોટી વૈશ્વિક જાયન્ટ ગણાતી કોર્પોરેટ કંપનીઓમાંથી થઇ રહેલી કર્મચારીઓની છટણીના સમાચાર માધ્યમોમાં ચમકતા રહે છે. વૈશ્વિક સ્તરે મંદીના ભયને કારણે, ઘણી કંપનીઓ બંધ થઈ ગઈ છે. બેન્કિંગ સેક્ટર પર તેની ખરાબ અસર પડી છે. તે જ સમયે, આઇટી ક્ષેત્રની મોટાભાગની કંપનીઓએ કર્મચારીઓને કાઢી મૂક્યા છે. દરમિયાન, આવા ડેટા સામે આવ્યા છે, જે ખરેખર ડરામણા છે. અમેરિકા, બ્રિટન, ન્યુઝીલેન્ડ અને કેનેડા જેવા દેશોમાં ભારે મંદીની અપેક્ષા છે.


ભારતમાં નહિ દેખાય મંદીની અસર

ભારતમાં નહિ દેખાય મંદીની અસર

ભારતમાં મંદીની શૂન્ય શક્યતા છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના ડેટા અનુસાર, મંદીની સૌથી વધુ અસર બ્રિટનમાં જોવા મળવાની ધારણા છે. અહીં મંદી 75 ટકા રહેવાનો અંદાજ છે. આ પછી, ન્યુઝીલેન્ડ બીજા નંબર પર છે, જ્યાં મંદીની 70 ટકા અસર થઈ શકે છે. અમેરિકા આ ​​મામલે ત્રીજા નંબર પર રહેશે, જ્યાં મંદીની અસર 65 ટકા રહેવાની શક્યતા છે.ફ્રાન્સમાં પણ મંદીની શક્યતા છે, કારણ કે અહીં પણ આર્થિક તંગીને કારણે ઘણી કંપનીઓ પ્રભાવિત થઈ છે. ફ્રાન્સમાં 50 ટકા મંદી આવી શકે છે. તે જ સમયે, કેનેડામાં 60 ટકા, ઇટાલીમાં 60 ટકા અને જર્મનીમાં 60 ટકા મંદીની અસર પણ જોવા મળી શકે છે.


World of Statistics ના આંકડા

World of Statistics ના આંકડા

દક્ષિણ આફ્રિકામાં 45% મંદીની શક્યતા

ઓસ્ટ્રેલિયામાં 40 ટકા મંદીની શક્યતા છે.

રશિયામાં મંદીની 5 ટકા શક્યતા

જાપાનમાં મંદીની 35 ટકા શક્યતા

દક્ષિણ કોરિયામાં મંદી 30 ટકા અપેક્ષિત છે

મેક્સિકોમાં મંદીની 5 ટકા શક્યતા

સ્પેનમાં તે 25 ટકા રહેવાની ધારણા છે.

સ્વિત્ઝર્લેન્ડમાં મંદીની અસર 20 થવાની શક્યતા છે

બ્રાઝિલમાં 15 ટકા અને ચીનમાં 5 ટકા મંદીનો અંદાજ છે


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top