મહિને માત્ર રુપિયા 1000નું રોકાણ કરો અને તમને મળશે 2 કરોડ, જાણો ખાસ ટ્રિક
શું તમે જાણો છો કે તમારી મહિને માત્ર એક હજાર રુપિયાનું રોકાણ (investment) તમને કરોડપતિ બનાવી શકે છે. જો તમે રોકાણ કરવા માગો છો તો SIP (Systematic Investment Plan) મ્યુચ્યુઅલ ફંડ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. SIP દ્વારા તમને 15થી 20 ટકા કે તેનાથી પણ વધુ રિટર્ન મળી શકે છે. એટલે કે તમે ભવિષ્ય માટે તમારી સારી એવી પુંજી એકઠી કરી શકો છો.
એક મધ્યમ વર્ગનો વ્યક્તિ વિચારતો હોય છે કે તે જે નોકરી કે વ્યવસાયમાં નાણાં કમાય છે તેનાથી કરોડપતિ બનવુ લગભગ અશક્ય છે. જો કે તમે રોકાણ યોગ્ય રીતે અને યોગ્ય જગ્યાએ કરો તો તમારુ આ લક્ષ્ય પુરુ થઇ શકે છે. SIP એટલે કે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન તમને મદદ કરી શકે છે.
SIP એક એવુ સાધન છે જે લાંબા ગાળે તમને ધનવાન બનાવી દેશે. જો તમે લાંબા સમય માટે રોકાણ કરશો તો કમ્પાઉન્ડિંગ તમને ઘણો ફાયદો આપશે. નિષ્ણાંતોનું માનવુ છે કે 20,25 કે 30 વર્ષ સુધી રોકાણ કરવાથી 20 ટકા સુધીનું રિટર્ન મેળવી શકાય છે. એટલે કે તમે જેટલુ જલ્દી રોકાણ કરવાનું શરુ કરશો એટલો વધુ તમે લાભ મેળવી શકો છો.
તમે મહિને રુપિયા 1000ના રોકાણથી પણ શરૂઆત કરી શકો છો. આ નાના ફંડને મોટા ફંડમાં વધારવું પ્રમાણમાં સરળ છે. 1000 રૂપિયાની SIP તમને કરોડપતિ બનવામાં મદદ કરી શકે છે. 1000 રૂપિયાથી 2 કરોડનું ફંડ કેવી રીતે બનાવવું? દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કેવી રીતે કરવુ, એ અમે તમને જણાવીશું. ઘણા મ્યુચ્યુઅલ ફંડોએ તાજેતરના વર્ષોમાં 20 ટકા કે તેથી વધુ વળતર આપ્યું છે.
દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો તમે આ રકમ 20 વર્ષ માટે જમા કરો છો, તો તમને કુલ 2.4 લાખ રૂપિયાની ડિપોઝિટ મળશે. 15 ટકા વાર્ષિક રિટર્ન તમારું ફંડ 20 વર્ષમાં વધીને 15 લાખ 16 હજાર રૂપિયા થઈ જશે. જો આપણે 20 ટકાનું વાર્ષિક વળતર ધારીએ તો ફંડનું મૂલ્ય રૂ. 31.61 લાખ થશે.
માની લઇએ કે આપણે 25 વર્ષ માટે દર મહિને રૂ. 1000નું રોકાણ કરીએ છીએ અને 20 ટકા વાર્ષિક વળતર મેળવીએ છીએ. તો મેચ્યોરિટી પર તમારી પાસે રૂ. 86.27 લાખનું ફંડ હશે. જો રોકાણનો આ સમયગાળો 30 વર્ષનો છે તો અગાઉની ગણતરીમાં જણાવ્યા મુજબ તમારું 2 કરોડ 33 લાખ 60 હજાર રૂપિયાનું ફંડ 20 ટકા વળતર સાથે બનશે.
(ડિસ્ક્લેમર: અહીં રજૂ કરેલી માહિતી જુદા જુદા ફાયનાન્સિયલ એક્સપર્ટસના અંગત આકલનો મુજબ હોય છે. વેબસાઈટના આ અંગે કોઈ અંગત અભિપ્રાય નથી. માર્કેટમાં કરેલું દરેક પ્રકારનું રોકાણ જોખમોને આધીન હોય છે. કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારા વિશ્વાસુ ફાયનાન્સિયલ એક્સપર્ટની સલાહ અચૂક લો.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp