SBIએ આપ્યું રેકોર્ડ ડિવિડેન્ટ, જાણો સરકારી ખજાનામાં કેટલા રૂપિયા આવ્યા

SBIએ આપ્યું રેકોર્ડ ડિવિડેન્ટ, જાણો સરકારી ખજાનામાં કેટલા રૂપિયા આવ્યા

06/22/2024 Business

SidhiKhabar

SidhiKhabar

SBIએ આપ્યું રેકોર્ડ ડિવિડેન્ટ, જાણો સરકારી ખજાનામાં કેટલા રૂપિયા આવ્યા

દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ ગત નાણાકીય વર્ષ માટે કેન્દ્ર સરકારના ખજાનામાં રેકોર્ડ ડિવિડેન્ટ જમા કરાવ્યું છે. SBIનું આ ડિવિડેન્ટની ચૂકવણી લગભગ 7 હજાર કરોડ રૂપિયાની છે, જેનો ચેક શુક્રવારે નાણામંત્રી નિર્મલા સીતારમણને સોંપવામાં આવ્યો. નાણામંત્રી નિર્મલા સીતારમણના કાર્યાલય દ્વારા સોશિયલ મીડિયા X પર તેની જાણકારી આપવામાં આવી છે. અપડેટ મુજબ, SBIના ચેરમેન દિનેશ કુમાર ખારાએ નાણાકીય બાબતોના સચિવ વિવેક જોશીની ઉપસ્થિતિમાં નાણામંત્રી નિર્મલા સીતારમણને નાણાકીય વર્ષ 2023-24 માટે 6959.29 કરોડ રૂપિયાના ડિવિડેન્ટનો ચેક સોંપ્યો.


નાણાકીય વર્ષે માટે ડિવિડેન્ટ:

નાણાકીય વર્ષે માટે ડિવિડેન્ટ:

SBIએ હાલમાં જ નાણાંકીય વર્ષ 2023-24 માટે ડિવિડેન્ટની જાહેરાત કરી હતી. SBIએ નાણાકીય વર્ષ માટે દરેક શેર પર 13.70 રૂપિયાનો લાભ આપવાની જાણકારી આપી હતી. તે વર્ષ અગાઉના ડિવિડેન્ટની તુલનામાં વધારે છે. બરાબર એક વર્ષ અગાઉ એટલે કે નાણાકીય વર્ષ 2022-23માં SBIએ પોતાના શેર ધારકોને 11.30 રૂપિયા પ્રતિ શેરના દરે લાભની ચૂકવણી કરી હતી. SBIએ આ આવખત ડિવિડેન્ટની જે ચૂકવણી કરી છે, તે અત્યાર સુધીના કોઈ પણ નાણાકીય વર્ષમાં કરવામાં આવેલી સૌથી મોટી ચૂકવણી છે. આ અગાઉ SBI દ્વારા ડિવિડેન્ટના રૂપમાં સરકારી ખજાનામાં સૌથી વધુ યોગદાન કરવાનો રેકોર્ડ ગયા વર્ષે બનાવ્યો હતો, જ્યારે SBIએ નાણાકીય વર્ષ 2022-23 માટે સરકારને 5740 કરોડ રૂપિયાના ડિવિડેન્ટની ચૂકવણી કરી હતી. હવે આ વખત SBIએ વર્ષ અગાઉની તુલનામાં 21.24 ટકા વધુ ડિવિડેન્ટની ચૂકવણી કરી છે.


આટલો વધ્યો SBIનો નફો

આટલો વધ્યો SBIનો નફો

SBIએ ડિવિડેન્ટની ચૂકવણી ગયા વર્ષમાં સારા નાણાકીય પરફોર્મન્સ બાદ આપી છે. ગત નાણાકીય વર્ષ દરમિયાન દેશની સૌથી મોટી સરકારી બેંકને કન્સોલિડેટેડ આધાર પર 67,085 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે. આ અગાઉ નાણાકીય વર્ષ 2022-23માં SBIનો ચોખ્ખો નફો 55,648 કરોડ રૂપિયા રહ્યો હતો એટલે કે ગત નાણાકીય વર્ષમાં SBIનો શુદ્ધ નફો વર્ષ અગાઉની તુલનામાં લગભભગ 21 ટકા વધી ગયો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top