20 લાખ લોકોને રોજગાર આપશે સ્ટાર્ટઅપ્સ, સરકાર લાવી રહી છે યોજના

20 લાખ લોકોને રોજગાર આપશે સ્ટાર્ટઅપ્સ, સરકાર લાવી રહી છે યોજના

01/07/2022 Business

SidhiKhabar

SidhiKhabar

20 લાખ લોકોને રોજગાર આપશે સ્ટાર્ટઅપ્સ, સરકાર લાવી રહી છે યોજના

બિઝનેસ ડેસ્ક: કેન્દ્ર સરકાર આવનાર સમયમાં દેશમાં સ્ટાર્ટ અપ એકમોને વધુ પ્રોત્સાહિત કરવાના હેતુથી એક યોજના બનાવી રહી છે. સરકારના ઉદ્યોગ સંવર્ધન અને આંતરિક વેપાર વિભાગે જણાવ્યું કે, સ્ટાર્ટઅપ એકમોને વધુ પ્રોત્સાહિત કરીને ચાર વર્ષમાં 20 લાખ નવી રોજગારી ઉભી કરવા મામલે હાલ કામ ચાલી રહ્યું છે.


લગભગ છ લાખથી વધુ લોકોને મળ્યા રોજગાર

વિભાગ સચિવ અનુરાગ જૈને વિડીયો કોન્ફરન્સ દ્વારા પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર સ્ટાર્ટ-અપને પ્રોત્સાહન આપશે. જેથી આગલા ચાર વર્ષ સુધીમાં એટલે કે 2025 સુધી રોજગારની 20 લાખ તકો મળશે. તેમણે એ પણ કહ્યું કે, અત્યાર સુધીમાં સરકાર સાથે નોંધાયેલ સ્ટાર્ટઅપ એકમોમાં છ લાખથી વધુ લોકોને રોજગાર મળ્યા છે.


DPIITએ 2016થી હમણાં સુધી કુલ સાઠ હજારથી વધુ સ્ટાર્ટ-અપનું રજીસ્ટ્રેશન કર્યું છે. તેમણે કહ્યું કે, 'દરેક સ્ટાર્ટ-અપમાં સરેરાશ11 લોકોને કામ મળ્યું છે. સ્ટાર્ટ-અપથી આપણા દેશમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. નોકરી શોધવાવાળા નોકરી આપવાવાળા બની રહ્યાં છે.'

સરકારનો અંદાજ છે કે સ્ટાર્ટઅપ સેક્ટરમાં સીધી નોકરીઓ સરેરાશ ત્રણ પરોક્ષ નોકરીઓનું સર્જન કરે છે. વિભાગની સિદ્ધિઓ વિશે માહિતી આપતા જૈને જણાવ્યું હતું કે, 14 ઉત્પાદન ક્ષેત્રોના અનુપાલન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેના માટે છેલ્લા મહિનામાં PLI યોજનાઓ જારી કરવામાં આવી છે. સરકાર દેશમાં સરળતાથી બિઝનેસ કરવા માટેના વાતાવરણને વધુ શ્રેષ્ઠ બનાવવાના પ્રયાસો કરશે.

DPIIT સચિવે કહ્યું કે, આવનારા સમયમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)ને સરળ બનાવવાનો વિચાર છે. આ ઉપરાંત સરકારી ખરીદીની નીતિ દ્વારા સ્થાનિક મૂલ્ય-વૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં આવશે.


સરકારની પ્રાથમિકતાઓ

સરકારની પ્રાથમિકતાઓ

- ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ (IPR) શાસનને મજબૂત કરીને દેશમાં નવીનતાને પ્રોત્સાહિત કરવી

- લોજિસ્ટિક્સ પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા માટે તેમજ વિભાગો વચ્ચે સંકલન માટે PM ગતિ શક્તિ યોજના

- ઇ-કોમર્સ અને રાષ્ટ્રીય છૂટક વેપાર નીતિને અંતિમ સ્વરૂપ આપવું

- ભૌગોલિક વિશિષ્ટતાઓમાં વિવિધ સિસ્ટમો લાવવી.

- એક પ્લેટફોર્મ સાથે ઉત્પાદનોની માન્યતા

- પોર્ટલ અને પ્રયોગશાળાઓની માન્યતાની સિસ્ટમને અપગ્રેડ કરવી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top