રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ અમાન્ય ગણાશે!

રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ અમાન્ય ગણાશે!

10/16/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ અમાન્ય ગણાશે!

રાજ્યના લાખો રેશનકાર્ડ ધારકો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા રેશનકાર્ડને ઓળખ અથવા રહેઠાણના પુરાવા તરીકે માન્યતા આપવાનું બંધ કરી દીધું છે. હવે રેશનકાર્ડનો ઉપયોગ માત્ર જાહેર વિતરણ પ્રણાલી (PDS) દ્વારા રેશન હાંસલ કરવા અને ગેસ કનેક્શન સુધી જ મર્યાદિત રહેશે.


રાજ્ય સરકારે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો

રાજ્ય સરકારે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો

રાજ્ય સરકારે આ અંગે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું છે કે રેશનકાર્ડ હવે સરકારી કામકાજ, બેંકિંગ, લાઇસન્સ, પાસપોર્ટ, મતદાર નોંધણી જેવા અન્ય દસ્તાવેજી પુરાવા તરીકે સ્વીકારવામાં નહીં આવે. આ નિર્ણયનો મુખ્ય હેતુ દસ્તાવેજી પ્રક્રિયામાં સ્પષ્ટતા લાવવાનો અને વિવિધ દસ્તાવેજોના દુરુપયોગને અટકાવવાનો છે.

સરકાર મુજબ, રેશનકાર્ડનો મૂળ હેતુ માત્ર લાભાર્થીઓને સબસિડી આધારિત અનાજ અને ઈંધણ જેવી જરૂરી વસ્તુઓ પૂરું પાડવાનો છે. આ નવા નિયમ લાગુ થતા લોકો માટે હવે ઓળખ અને સરનામા પુરાવા માટે આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળીનું બિલ, ડ્રાઈવિંગ લાઈસન્સ અથવા અન્ય માન્ય દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. સરકારે આ નિર્ણય લીધા બાદ વિવિધ વિભાગોને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ કોઈપણ અરજી અથવા પ્રક્રિયામાં રેશનકાર્ડને પુરાવા તરીકે સ્વીકારશે નહીં.


આ સુવિધાઓ માટે વાપરી નહીં શકાય રેશન કાર્ડ

આ સુવિધાઓ માટે વાપરી નહીં શકાય રેશન કાર્ડ

સરકારના આ નિર્ણયને કારણે હવે બેંક ખાતું ખોલાવવ, મોબાઇલ સિમ કાર્ડ મેળવવ કે સરકારી યોજનાઓનો લાભ લેવા જેવી વિવિધ સેવાઓ અને દસ્તાવેજો માટે રેશનકાર્ડ રજૂ કરી નહીં કરી શકાય. તેના માટે નાગરિકોએ આધાર કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ અથવા અન્ય માન્ય સરકારી દસ્તાવેજોનો ઉપયોગ કરવો પડશે. આ નિર્ણયનો હેતુ રેશનકાર્ડનો દુરુપયોગ અટકાવવાનો અને તેના મૂળ હેતુ—ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને અનાજનું વિતરણ સુનિશ્ચિત કરવાનું મનાય છે.

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, ‘રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા N.F.S.A હેઠળ સમાવિષ્ટ રાજ્યના અંત્યોદય અને BPL પરિવારો દિવાળીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે તે માટે રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યના 75 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના 3.26 કરોડ સભ્યોને 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' અંતર્ગત ઘઉં, ચોખા, બાજરી અને જુવારનું રાજ્યભરની 17 હજારથી વધુ વાજબી ભાવની દુકાનોથી વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ પરિવારોને રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી અમારી સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.’


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top