જુલાઇથી દરેક મહિલાના ખાતામાં આવશે 1500 રૂપિયા, દિલ્હી નહીં આ રાજ્ય સરકારની મોટી જાહેરાત

જુલાઇથી દરેક મહિલાના ખાતામાં આવશે 1500 રૂપિયા, દિલ્હી નહીં આ રાજ્ય સરકારની મોટી જાહેરાત

06/29/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

જુલાઇથી દરેક મહિલાના ખાતામાં આવશે 1500 રૂપિયા, દિલ્હી નહીં આ રાજ્ય સરકારની મોટી જાહેરાત

મહારાષ્ટ્રમાં ઓક્ટોબર મહિનામાં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને એ અગાઉ 2024-25 માટે રાજ્ય સરકારે પોતાનું બજેટ રજૂ કરીને જનતા માટે ખજાનો ખોલી દીધો છે. ગુરુવારથી શરૂ થયેલા મહારાષ્ટ્ર વિધાનમંડળના મોનસૂન સત્રમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી અજીત પવારે બજેટ રજૂ કરતાં સામાન્ય જનતા માટે ઘણી ભેંટોની જાહેરાત કરી છે. તેમણે રાજ્યના પાત્ર પરિવારોને 3 મફત રસોઈ ગેસ આપવા અને મહિલાઓને 1500 રૂપિયાની આર્થિક મદદ દર મહિને આપવાની જાહેરાત કરી છે.


21-60 વર્ષની મહિલાઓને મળશે લાભ:

21-60 વર્ષની મહિલાઓને મળશે લાભ:

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે શુક્રવારે રાજ્યના બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં જાહેરાત કરી કે મહિલાઓને જુલાઈથી દર મહિને 1500 રૂપિયાની મદદ આપવામાં આવશે. આ યોજનાનો ફાયદો 21 થી 60 વર્ષની મહિલાઓને મળશે. રાજ્ય સરકારે આ જાહેરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીના અગાઉ કરી છે. આ સહાયતા ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિન યોજના’ના માધ્યમથી આપવામાં આવશે, જેના માટે 46,000 કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ ફાળવવામાં આવશે. મહારાષ્ટ્રની શિંદે સરકાર દ્વારા રાજ્યમાં મહિલાઓની આર્થિક મદદ કરવાનો આ પહેલો પ્રયાસ નથી આ અગાઉ આ વર્ષે માર્ચ 2024માં મહારાષ્ટ્ર સરકારે સ્વાસ્થ્ય, શિક્ષણ, લિંગ આધારિત હિંસાને સમાપ્ત કરવા અને મહિલાઓની રાજનીતિક ભાગીદારીને પ્રોત્સાહિત આવ્યા સહિત 8 ઉદ્દેશ્યો પર કેન્દ્રિત નીતિનું અનાવરણ કર્યું હતું.


પેટ્રોલ ડીઝલ પણ થયું સસ્તું:

પેટ્રોલ ડીઝલ પણ થયું સસ્તું:

એ સિવાય નાયબ મુખ્યમંત્રીએ માત્ર મહારાષ્ટ્રના લોકોને રાહત આપતા ડીઝલ પર ટેક્સ પણ 24 ટકાથી ઘટાડીને 21 ટકા કરી દીધી છે, તેનો અર્થ કે ડીઝલની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થઈ જશે. તો પેટ્રોલ પર પણ ટેક્સ 26થી ઘટાડીને 25 ટકા કરી દેવામાં આવ્યું છે, જેનાથી 65 પૈસા પ્રતિ લીટર સસ્તું થયું છે. એ સિવાય મહારાષ્ટ્રના લાખો પરિવારોને વધુ એક ભેટ આપી છે CM Anna Chhatra Yojana હેઠળ 5 લોકોના પાત્ર પરિવારને દર વર્ષે 3 રસોઈ ગેસ મફત આપવામાં આવશે. એ હેઠળ રાજ્યના 52.4 લાખ પરિવારોને આ ફાયદો મળશે. એ સિવાય ખેડૂતોને કપાસ અને સોયાબીનના પાકમાં પ્રતિ હેક્ટર 5000 રૂપિયાનું બોનસ આપવાની પણ જાહેરાત કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top