ભારતમાં સ્ટીલ ઉદ્યોગનો પાયો નાખનારા જમશેદ જે ઇરાનીનું 86 વર્ષની વયે નિધન
દેશના સ્ટીલ મેન તરીકે જાણીતા જમશેદ જે ઈરાનીનું નિધન થયું છે. તેઓ 86 વર્ષના હતા અને સોમવારે (31 ઓક્ટોબર) રાત્રે 10 વાગ્યે જમશેદપુરમાં અંતિમ શ્વાસ લીધા હતા. ટાટા સ્ટીલે આ માહિતી આપી છે. ટાટા સ્ટીલે કહ્યું કે ટાટા ગ્રુપ પદ્મ વિભૂષણ ડૉ જમશેદ જે ઈરાનીના નિધનથી દુઃખી છે. ઈરાની જૂન 2011માં ટાટા સ્ટીલના બોર્ડમાંથી નિવૃત્ત થયા હતા.
જમશેદનો જન્મ 2 જૂન 1936ના રોજ થયો હતો. તેમણે 1956માં નાગપુરની સાયન્સ કોલેજમાંથી B.Sc અને 1958માં નાગપુર યુનિવર્સિટીમાંથી MSc કર્યું. આ પછી તેઓ સ્કોલર બન્યા અને યુકેની શેફિલ્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયા. અહીં તેમણે વર્ષ 1960 માં માસ્ટર્સ પૂર્ણ કર્યું અને વર્ષ 1963 માં પીએચડી પૂર્ણ કર્યું.
જમશેદે પોતાની કારકિર્દીની શરૂઆત બ્રિટિશ આયર્ન એન્ડ સ્ટીલ રિસર્ચ એસોસિએશનથી કરી હતી. પરંતુ તે હંમેશા પોતાના દેશ માટે કામ કરવા માંગતા હતા. તેથી તેઓ વર્ષ 1968માં ભારત પાછા ફર્યા અને ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીની સ્થાપના કરી. આ કંપની આજે ટાટા સ્ટીલ તરીકે ઓળખાય છે.
જમશેદ જે ઈરાની વર્ષ 1978માં જનરલ સુપરિન્ટેન્ડેન્ટ બન્યા હતા. આ પછી, તેઓ વર્ષ 1979 માં જનરલ મેનેજર અને વર્ષ 1985 માં ટાટા સ્ટીલના ચેરમેન તરીકે નિયુક્ત થયા. ત્યારબાદ તેઓ 1988માં ટાટા સ્ટીલના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને 1992માં મેનેજિંગ ડિરેક્ટર બન્યા. તેઓ વર્ષ 2001માં નિવૃત્ત થયા હતા. તેમણે ટાટા મોટર્સ અને ટાટા ટેલિસર્વિસિસ સહિત ટાટા ગ્રૂપની ઘણી કંપનીઓના ડિરેક્ટર તરીકે પણ સેવા આપી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp