ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

02/05/2021 Religion & Spirituality

પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો ટેલ્સ
પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો કાર્ડ એક્સપર્ટ

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

સુપ્રભાત. આજે ૦૫ ફેબ્રુઆરી, શુક્રવારનું ટેરો રીડીંગ નીચે મુજબ છે.

મેષ રાશિ - Aries

THE EMPRESS

આજનો દિવસ પોઝિટિવ રહેશે, ક્રિએટિવ આઇડિયાઝ તમારા જીવનમાં એક નવો વળાંક લાવશે, કોઈ નવી તક આવવાની શક્યતા છે, શુભ કાર્યો કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો છે,કોઈ જગ્યા પરથી માન-પ્રતિષ્ઠા અથવા પ્રશંસા મળી શકે છે, આજે તમારી ફેવરમાં રીઝલ્ટ આવતો જણાશે

કરિયર : આજે તમારા વિચારો પર કાર્ય થાય અને પ્રશંસા મળે તેવી શક્યતા છે

રિલેશન : પાર્ટનર તરફથી લવ અને કેર મળવાથી આનંદની પ્રાપ્તિ થશે

હેલ્થ : હોર્મોન્સ બેલેન્સ કરવા પર કાર્ય કરવું

શુભ રંગ : ઓરેન્જ

શુભ અંક : 3

વૃષભ રાશિ - Taurus

ACE OF PENTACLES

આજે કોઈ નવી તક મળશે, નાણાકીય પ્રાપ્તિ થઇ શકે છે, આજે પોઝિટિવ એટિટયુડ રાખવો, જો તમારી જાત સાથે તમે કોન્ફિડન્ટ છો તો કાર્યમાં આગળ વધવું, સફળતાની પ્રાપ્તિ થઇ શકે છે કોઈ કાર્ય શરૂ કરવા પહેલા પ્રી પ્લાન કરીને કરવું

કરિયર : કાર્યમાં પ્રોગ્રેસ થતો જણાશે, પ્રોફેશનલ્સ સંતુષ્ટીની સાથે નાણાકીય રિવોર્ડ પણ મળશે,

રિલેશન : લવ લાઈફ સ્મૂધ અને સ્થિર સ્વરૂપે રહેશે

હેલ્થ : આજે તમે તમારા ખોરાક અને જીવન શૈલી પર ધ્યાન આપશો

શુભ રંગ : યલ્લો

શુભ અંક : 5

મિથુન રાશિ – Gemini

TWO  OF SWORDS

જીવનમાં શાંતિ અને સંવાદિતા માટે તમે કોઈ નિર્ણય લેવાનું ટાળશો, તો એ લાંબા સમય સુધી ચાલશે નહીં! નિર્ણય લેતા પહેલા પૂરતો વિચાર કરવો, મહત્વનું કાર્ય કરતા પહેલા બરાબર ચકાસીને કાર્ય કરવું, આંધળો વિશ્વાસ કરવો નહીં

કરિયર‌ : બિઝનેસમાં તમારા હરીફની અવગણના કરશો નહિ, કામધંધાના સ્થળે સંઘર્ષ ટાળવો.

રિલેશન : ઇગોને કારણે ઝઘડો ન થાય તે ધ્યાન રાખો

હેલ્થ : રિકવરી આવતી જણાશે

શુભ રંગ : બ્લુ

શુભ અંક : 2

કર્ક રાશિ – Cancer

THE MOON

આજે લાઈફ ને બેલેન્સ કરીને ચાલવું, થોડું મન અશાંત રહે, પોતાના અંતર આત્માના અવાજને સાંભળવું, આથી થોડા વધારે ઈમોશનલ રહેશો, લોંગ ટાઇમના ગોલ પર ધ્યાન આપવું, જો સિચ્યુએશન કોમ્પ્લિકેટેડ લાગે તું મનને શાંત કરીને અલ્ટરનેટિવ સાઈડ વિચારવું

કરિયર : કોઈ ને લીધે તમારું કાર્ય બગડે તેવું બની શકે છે

રિલેશન : ઇનસિક્યોરિટી, ડર અને મુશ્કેલી રહે, આજે પોતાના અંતરાત્માના અવાજને સાંભળવુ

હેલ્થ : તમારે તમારી જાતને એનર્જેટિક ફીલ કરવાની જરૂર છે,

શુભ રંગ : યલ્લો

શુભ અંક : 5

સિંહ રાશી - Leo

PAGE OF SWORDS

આજે કોઈ આર્ગ્યુમેન્ટ માં પડવું નહીં, કોઈ નવું કાર્ય કરવા માટે તમે આજે ખૂબ જ ઉત્સાહી હશો, પરંતુ તે કાર્ય પૂરું કરવા માટે તમારી સામે ચેલેન્જીસ પણ હશે, ફ્યુચર પ્લાન માટે જો કાર્ય કરી રહ્યા છો તો તેમને અંત સુધી જાળવવું,

કરિયર : નવા પ્રોજેક્ટ પર કાર્ય કરશો, મગજ શાંત રાખવું અથવા બીજા ઝઘડાઓમાં પડવું નહીં

રિલેશન : કોઈ ત્રીજી વ્યક્તિ ને લઈને મિસ અન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે છે

હેલ્થ : હેલ્થ માં સુધારો લાવવા માટે તમારી મેન્ટલ હેલ્થ પણ કાર્ય કરવું જરૂરી છે

શુભ રંગ : ગ્રીન

શુભ અંક : 2

કન્યા રાશિ - Virgo

QUEEN OF CUPS

આજે લોકો સામે તમે જેવા છો તે રીતે જ રજૂ થવું, આજે કોઈ તરફથી સપોર્ટ કેર અને સહકાર મળે તેવી શક્યતા છે, તમારા ઇનટ્યુશન પર ધ્યાન આપવું, જ્યારે તમે મુશ્કેલ પરિસ્થિતિમાં છો તો લોકો તરફ કેર રાખવી પરંતુ તમારો ઉપયોગ ના કરે તે જોવું,

કરિયર : વર્કિંગ એન્વાયરમેન્ટમાં પોઝિટિવિટી પર ધ્યાન આપવું, વધારે લોકો સુધી પહોંચવા માટે ક્રિએટિવિટી વધારવી

રિલેશન :  સમજણથી ગમે એવી સમસ્યાનો ઉકેલ લાવી શકશો

હેલ્થ : ફાસ્ટ રિકવરી આવવાની શક્યતા છે

શુભ રંગ : રેડ

શુભ અંક : 2

તુલા રાશિ - Libra

NINE OF SWORDS

આજે પોતાને વધારે ઈમોશનલ અનુભવશો. ચિંતામાં વિચારો વધતા જણાશે, જે વસ્તુ હકીકતમાં નથી બની તે વિચારીને દુઃખી થવું નહીં, પોતાના વિચારો પર કંટ્રોલ રાખવો, જીવનની સુખદ પળોને યાદ કરવી, તેમજ  હકારાત્મક વ્યક્તિઓ સાથે મુલાકાત કરવી

કરિયર : આજે કોઈ રોકાણ કરવું નહીં, ટ્રેડિંગ માં જવાની શક્યતા છે

રિલેશન : મધ્યમ રહેશે, પાર્ટનરની વર્તણૂકથી પરેશાન થઇ શકો છો

હેલ્થ : હોર્મોન્સ ને લગતી તકલીફ થઈ શકે છે

શુભ રંગ : રેડ

શુભ અંક : 1

વૃશ્ચિક રાશિ - Scorpio

THREE OF PENTACLES

આજનો દિવસ પોઝિટિવ રહેશે, કોઈ તરફથી મદદ મળશે, તમારા કાર્યની પ્રશંસા થશે, તમારા વર્તણૂકને લાંબા સમયથી કોઈ નોંધ કરી રહ્યું હશે જેને લીધે લોકોમાં તમારું માન-સન્માન વધશે, કોઈ સગા સંબંધીઓ સાથે મુલાકાત થશે, કોઈ જગ્યાએથી લાભ પ્રાપ્ત થશે

કરિયર :  આ કાર્ડ દર્શાવે છે કે પોતાની સ્કિલને લીધે લાભ પ્રાપ્તિ થશે

રિલેશન : એક બીજાના ગુણ અને અવગુણ ને સ્વીકારીને આગળ ચાલશો જેને લીધે તમારી બંને વચ્ચે એક યુનિક હાર્મની સર્જાશે

હેલ્થ : પગમાં અથવા સાંધામાં દુખાવાની ફરિયાદ રહે

શુભ રંગ : ક્રીમ

શુભ અંક : 3

ધનુ રાશિ - Sagittarius

FIVE OF SWORDS

આજના દિવસે બિનજરૂરી આર્ગ્યુમેન્ટ થી દૂર રહેવું, આજે ગુસ્સા પર કંટ્રોલ રાખવો, પોતાની વાતને સાચી મનાવવા માટે કોઈ સંઘર્ષ ન થાય તેનું ધ્યાન રાખવું, બીજા લોકોને હરાવીને અથવા છેતરવા‌ થી બચવું, જ્યારે અમુક લોકો માટે આજનો દિવસ સફળ રહેશે, જમીન માટે અટવાયેલું કાર્ય પૂર્ણ થશે

કરિયર : કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે કોઈ વાદ વિવાદ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું,

રિલેશન : કોમ્યુનિકેશન ગેપ ના લીધે સંબંધોમાં પ્રોબ્લેમ થઇ શકે છે

હેલ્થ : મનને શાંત રાખવા કોશિશ કરવી

શુભ રંગ : ઑલીવ ગ્રીન

શુભ અંક : 5

મકર રાશિ - Capricorn

TEMPERANCE

 આ કાર્ડ આજના દિવસમાં હાર્મની અને બેલેન્સ આવશે એવું સૂચવી જાય છે, આજે તમારી પાસે ચાતુર્ય અને કૌશલ થી ભરેલા વિચારો આવશે જે તમને ઉપયોગી બનશે, આજે આસપાસના વાતાવરણમાં સંતુલન લાવવા માટે તમારા વિચારોને તમારે શુદ્ધ રાખવા પડશે,

કરિયર : કરિયર માટે આ કાર્ડ હકારાત્મકતા દર્શાવે છે આજે ખૂબ જ ક્રિએટીવ વિચારો તથા પેશન સાથે તમારું વર્ક કરશો, આ કાર્ડ તમારા વર્ક માટે ની પ્રમાણિકતા સૂચવી જાય છે

રિલેશન : આજે રિલેશન સારા રહેશે, જો ઝઘડો થયો પણ હશે તો આરામથી મનમેળ થઈ જશે, બંનેનો ધ્યેય એક થતો જણાય

હેલ્થ : તમારી અનહેલ્ધી હેબીટ પર ધ્યાન આપવું, અમુક લોકો માટે રોગ પ્રતિકારક શક્તિ વધતી જણાય

શુભ રંગ : રેડ

શુભ અંક : 5

કુંભ રાશિ - Aquarius

THE HERMIT

આજે એક વડીલ તરીકે ના નિર્ણય લેશો ,કોઈ દરજ્જાની પ્રાપ્તિ થશે, ધાર્મિક કાર્ય કરશો, કોઈને નવો રસ્તો બતાવી શકશો, આત્મચિંતન માં દિવસ પસાર થશે, મનમાં રહેલી વાત બીજા જોડે શેર કરશો તો મનનો ભાર હળવો થશે.

કરિયર : સ્માર્ટ વર્ક કરી શકશો

રિલેશન : મધ્યમ રહેશે, લોન્લીનેસ ફીલ થવી

હેલ્થ : સારી રહેશે

શુભ રંગ : બ્રાઉન

શુભ અંક : 9

મીન રાશિ - Pisces

THE HANGEDMAN

આજે તમે ડે ડ્રીમિંગ માં રહો તેવું બની શકે છે, આજે ન્યટ્રલ, શાંત અને ઇનર બેલેન્સ જાળવવા માટે આકાર સૂચવી જાય છે, તમારી પાસે કોઈ એક્શન લેવા માટેની એનર્જી છે પરંતુ રાઈટ ટાઈમની રાહ જોવી, પોતાના ચાતુર્ય નો ઉપયોગ કરીને વસ્તુને એક નવા એગંલ થી જોવાની કોશિશ કરવી, આજનો દિવસ પોઝિટિવ રહેશે

કરિયર: આજે કાર્યમાં તમારા વિચારો બીજા લોકો કરતા અલગ હોવાથી તમારી પ્રશંસા થઇ શકે છે

રિલેશન: પોતાને બંધાયેલા અનુભવશો,

હેલ્થ: હેલ્થ ને સુધારવા માટે મેડિસિન ની સાથે બીજી કોઈ હીલિંગ મોડાલિટી યુઝ કરવાની જરૂર છે

શુભ રંગ : ગ્રીન

શુભ અંક: 3

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top