ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

10/06/2020 Religion & Spirituality

પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો ટેલ્સ
પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો કાર્ડ એક્સપર્ટ

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

સુપ્રભાત. આજે 06 ઓક્ટોબર, મંગળવારનું ટેરો રીડીંગ નીચે મુજબ છે.


મેષ રાશિ - Aries

મેષ રાશિ - Aries

KINGS OF CUPS

આજનો દિવસ સારો રહેશે, કોઈ મેચ્યોર વ્યક્તિ તમને તમારા ઘર સુધી પહોંચવામાં મદદ કરશે,  આજે જશ ની પ્રાપ્તિ થશે, તમારા ઈન્ટેન્શન પ્યોર હશે પરંતુ બની શકે લોકો તમને સમજી ના શકે    

કરિયર : આજે તમારા કાર્યમાં તમારા બોસ તરફથી તમને પ્રશંસા મળે

રિલેશન : તમારા પાર્ટનર તરફથી તમને સહકાર મળશે,

હેલ્થ : આજના દિવસે વધુ પાણી પીવા તરફ ધ્યાન આપવું

શુભ રંગ : યલો

શુભ અંક : 2


વૃષભ રાશિ - Taurus

વૃષભ રાશિ - Taurus

PAGE OF WANDS

આજનો દિવસ તમારો ખૂબ જ એનર્જેટિક જશે, નવા પ્રોજેક્ટ પર કાર્ય કરશો, તમારી સ્કિલની પ્રશંસા થશે, તમારી પ્રામાણિકતા ની નોંધ લેવાશે.

કરિયર : વર્કપ્લેસ પર કોઈ નવા કાર્યનો ભાર સંભાળવામાં આવશે,

રિલેશન : સારા રહેશે

હેલ્થ : મધ્યમ રહે , કમર ને લગતી ફરિયાદ રહે

શુભ રંગ : ઓરેન્જ

શુભ અંક :  1


મિથુન રાશિ – Gemini

મિથુન રાશિ – Gemini

EIGHT OF SWORDS

આજના દિવસમાં મન અશાંત રહે, ઈર્ષા નો સામનો કરવો પડે કોઈ ખોટી જગ્યા પર વધારે મહેનત કરવી પડે છે એવું મનમાં લાગે, સોલ્યુશન શોધવા કરતાં તમારું ધ્યાન વધારે પ્રોબ્લેમ માં રહે, કોઈક જગ્યાએ ફસાયેલા અનુભવ કરો

કરિયર : વધારે મહેનત થતી હોય તેવું લાગે

રિલેશન : પાર્ટનર પર શંકા રહે,

હેલ્થ : જમવા પર ધ્યાન આપવું

શુભ રંગ : રેડ

શુભ અંક : 8


કર્ક રાશિ - Cancer

કર્ક રાશિ - Cancer

FIVE OF WANDS

બિનજરૂરી ચર્ચામાં ન ઉતરવું, પ્રોબ્લેમ્સ સામે હશે જેને તમે અવગણી નહીં શકો પરંતુ તમારા વિચારોને કાબૂમાં રાખીને અને મનને શાંત રાખીને આનાથી દૂર રહી શકો છો

કરિયર : સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થાય

રિલેશન : જૂની વાતોને લઈને ઝઘડો થઈ શકે છે

હેલ્થ : મધ્યમ રહેશે

શુભ રંગ : બ્લુ

શુભ અંક : 4


સિંહ રાશી - Leo

સિંહ રાશી - Leo

EIGHT OF WANDS

આજના દિવસે તમને ગમતા NEWS મળી શકે છે કોઈ કાર્ય તમે ઝડપથી પૂરું કરી શકશો બહાર જવાનું થઈ શકે છે, લોકો સાથે મધુરતા જળવાઈ રહેશે. જ્યારે અમુક લોકો માટે મૂર્ખામી ભર્યું કાર્ય ના થાય તેની જાળવણી રાખવામાં પણ કહેવામાં આવે છે

કરિયર : તમારા વર્ગ માટે બહાર  જવાના ચાન્સીસ છે

રિલેશન : અન્ડરસ્ટેન્ડિંગ અને મધુરતા જળવાઈ રહે

હેલ્થ : એસીડીટી નો પ્રોબ્લેમ રહે

શુભ રંગ : પેરોટ ગ્રીન

શુભ અંક : 8


કન્યા રાશિ - Virgo

કન્યા રાશિ - Virgo

QUEEN OF WANDS

આજે તમારા કાર્ય માટે તમે ઉત્સાહી હશો પોતાની જાતને સ્વતંત્ર ફીલ કરશો, તમારા વિચારો આજે પોઝિટિવ હશે, આજે પોતાને કોન્ફિડન્ટ અને સક્સેસફુલ અનુભવશો.

કરિયર : સક્સેસફુલ રહેશે

રિલેશન : આજે તમારા પાર્ટનરને તમારું નેચર થોડો કડવો લાગે, વાણી પર સંયમ રાખવું

હેલ્થ : સારી રહે

શુભ રંગ : બ્લેક

શુભ અંક : 2


તુલા રાશિ - Libra

તુલા રાશિ - Libra

THE HANGEDMAN

આજે કોઈ કાર્યને તમે છોડી દેશો, કોઈના જડ વિચારો નો સામનો કરવો પડે, આસપાસનું વાતાવરણ વધારે સ્ટ્રીક લાગે, કોઈક વસ્તુ માટે સેક્રિફાઈસ કરવું પડે,

કરિયર : તમારી વર્કપ્લેસ પર ધ્યાન આપવું, આજે તમારી નોંધ લેવામાં આવશે

રિલેશન : ગેરસમજ ઊભી થઈ શકે છે

હેલ્થ : મધ્યમ રહે

શુભ રંગ : લાઈટ બ્લુ

શુભ અંક : 3


વૃશ્ચિક રાશિ - Scorpio

વૃશ્ચિક રાશિ - Scorpio

KNIGHT OF WANDS

આજે અધૂરું કાર્ય પૂરું કરવા માટે તમે તત્પર હસો, ડિફિકલ્ટ પરિસ્થિતિમાંથી તમે બહાર આવી શકશો, આજનો દિવસ તમારી ફેવરમાં રહેશે.

કરિયર : આજે અટકેલા કાર્ય પૂર્ણ કરી શકશો

રિલેશન : પાર્ટનર તમારી વાતને સમજી શકશે

હેલ્થ : આ બ્લડ-પ્રેશરનો પ્રૉબ્લેમ થઈ શકે છે

શુભ રંગ : ગ્રીન

શુભ અંક : 8


ધનુ રાશિ - Sagittarius

ધનુ રાશિ - Sagittarius

EIGHT OF CUPS

આજે તમારો દ્રષ્ટિકોણ બદલાતો લાગશે, વસો ને હકારાત્મક રીતે જોઇ શકશો, ભૌતિક વસ્તુઓ તરફનું ખેંચાણ ઓછું લાગે, જીવનની વાસ્તવિકતા સમજી શકશો, જીવનમાં નવો બદલાવ આવતો અનુભવો,

કરિયર : જમીનને લગતાં કાર્યો કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે

રિલેશન : મધ્યમ રહે

હેલ્થ : માથાનો દુખાવો રહે

શુભ રંગ : મરૂન

શુભ અંક : 8


મકર રાશિ - Capricorn

મકર રાશિ - Capricorn

THE DEATH

આજે કોઇ નવા કાર્યની શરૂઆત કરશો, તમારા સ્વભાવ પર તમારો કંટ્રોલ હશે, લોકોને સારી રીતે સમજી શકશો, જો નેગેટિવ વિચારો આવે તો તેના તરફ ધ્યાન ન આપવું.

કરિયર : નવો બિઝનેસ શરૂ કરી શકો છો

રિલેશન : પાર્ટનર માં સમજણ શક્તિનો વધારો થતો અનુભવાય

હેલ્થ : પેટને લગતી તકલીફ જણાય

શુભ રંગ : ઓરેન્જ

શુભ અંક : 9


કુંભ રાશિ - Aquarius

કુંભ રાશિ - Aquarius

QUEEN OF CUPS

આજના દિવસે તમારા મુડ ને આધારિત કાર્ય થશે જ્યારે અમુક લોકોમાં કલાત્મક કાર્ય કરવાની કુશળતા જણાશે, આજનો દિવસ લાગણીભર્યો રહેશે, ક્યાંક બહુ વધારે આપી દેવાયું હોય અને બદલામાં કંઈ ન મળ્યું હોય તેવી ભાવના થશે.

કરિયર : આર્કિટેક્ટ માટે આજનો દિવસ સારો રહેશે,

રિલેશન : પાર્ટનર જોડે લાગણી ની આપલે થશે, જ્યારે અમુક વ્યક્તિ એક તરફી પ્રેમ નો અનુભવ કરશે

હેલ્થ : હાર્ટને લગતી તકલીફ રહે

શુભ રંગ : પિંક

શુભ અંક : 1


મીન રાશિ - Pisces

મીન રાશિ - Pisces

FOUR OF PENTACLES

આજે વારસામાં મિલકત પ્રાપ્ત થઇ શકે છે અથવા કોઈ ગિફ્ટ મળી શકે છે પોસિબલ છે કે તમને બિઝનેસમાં પણ લાભ થાય, નાણાકીય સુરક્ષિત થશો, આજનો દિવસ તમને આનંદ આપનારો રહેશે, પરંતુ લાલચથી દૂર રહેવું

કરિયર : તમારું કાર્ય લાભ આપનારુ હશે

રિલેશન : આજે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને સંકુચિત મન વાળું અને પઝેસિવ જણાય.

હેલ્થ : ફળો વધુ ખાવા

શુભ રંગ : ભૂરો

શુભ અંક : 3


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top