ચૂંટણી પંચે ત્રીજા તબક્કાની ચૂંટણી માટે મતદાનના આંકડા જાહેર કર્યા! જાણો કયા રાજ્યમાં કેટલું મતદ

ચૂંટણી પંચે ત્રીજા તબક્કાની ચૂંટણી માટે મતદાનના આંકડા જાહેર કર્યા! જાણો કયા રાજ્યમાં કેટલું મતદાન?

05/11/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

ચૂંટણી પંચે ત્રીજા તબક્કાની ચૂંટણી માટે મતદાનના આંકડા જાહેર કર્યા! જાણો કયા રાજ્યમાં કેટલું મતદ

Lok Sabha Elections 2024 : લોકસભાની ચૂંટણી માટે ત્રણ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. હવે આગામી 13 મેના રોજ ચોથા તબક્કાની ચૂંટણી યોજાશે. ત્યારે આ પહેલા શનિવારે ચૂંટણી પંચે ત્રીજા તબક્કાની ચૂંટણી માટે મતદાનના આંકડા જાહેર કર્યા છે. જેમાં સામે આવ્યું છે કે ચૂંટણીના ત્રીજા તબક્કાનું ફાઈનલ મતદાન 65.68 ટકા છે.


ચૂંટણીના દિવસે જાહેર કરવામાં

ચૂંટણીના દિવસે જાહેર કરવામાં

તમને જણાવી દઈએ કે ચૂંટણી પછી પણ ચૂંટણી પંચે ડેટા જાહેર કર્યો હતો. જેમાં 64.40 ટકા મતદાન થયું હોવાનું સામે આવ્યું હતું, જો કે શનિવારે જાહેર કરવામાં આવેલ ડેટા ચૂંટણીના દિવસે જાહેર કરવામાં આવેલા આંકડા કરતા લગભગ 1 ટકા વધુ છે.



કયા રાજ્યમાં કેટલું મતદાન?

કયા રાજ્યમાં કેટલું મતદાન?

આસામમાં 85.45 ટકા, બિહારમાં 59.15 ટકા, છત્તીસગઢમાં 71.98 ટકા, દાદરા નગર હવેલી અને દીવ-દમણમાં 71.31 ટકા, ગોવામાં 76.06 ટકા, ગુજરાતમાં 60.13 ટકા, કર્ણાટકમાં 71.84 ટકા, મધ્યપ્રદેશમાં 66.75 ટકા, મહારાષ્ટ્રમાં 63.55 ટકા, ઉત્તરપ્રદેશમાં 57.55 ટકા અને પશ્ચિમ બંગાળમાં 77.53 ટકા મતદાન થયું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top