આ જન્માષ્ટમીમાં ઘરે બનાવો માત્ર ૫ મીનીટમાં કાનુડાને ખૂબ ભાવતો આ પ્રસાદ, જે આપના આરોગ્યમાં લગાવશે ચાર-ચાંદ!
સમગ્ર ભારતમાં જન્માષ્ટમીના પર્વને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અનેક મંદિરોમાં કાનુડાના દિવ્ય શણગાર કરવામાં આવે છે. મંદિરોને ઝગમગતી રોશનીઓથી શણગારવામાં આવે છે. ઉપરાંત શ્રી હરિ કૃષ્ણના જન્મોત્સવને લઈને ભક્તોમાં ખાસ અને વિશેષ પ્રકારના પ્રસાદનું વિતરણ કરવાની ધાર્મિક માન્યતા છે. આ પ્રસાદને પંજરી તરીકે ઓળખવામાં આવે છે. આ પંજારીનો પ્રસાદ ઘરે 5 મિનિટમાં તૈયાર કરી શકાય છે.
આપણા હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓને મોટે ભાગે શુદ્ધ ધીમા રાંધેલો અને ફળફળાદી યુક્ત પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. જ્યારે શ્રી હરિકૃષ્ણને કાચો અને આયુર્વેદિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનો મનાતો પ્રસાદ પંજરી અર્પણ કરવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણને પંજરીનો પ્રસાદ ખૂબ જ પ્રિય હોય છે. જે ઘરે બનાવો ખૂબ જ સરળ છે.
- સૌથી પહેલા એક પેનમાં શુદ્ધ દેશી ઘી મુકીને સુકા ધાણાને શેકી લો. ત્યારબાદ તેને ઠંડા થવા મૂકી ફરી એક પેનમાં ઘી ગરમ મુકો.
- જેમાં કોપરાની છીણ, ઈલાયચીનો પાવડર , વરિયાળી, અજમો, જીરુ સહિતની સામગ્રીને શેકી લો. આ તમામને પણ ઠંડુ થવા દો.
- ત્યારબાદ ધાણાને પીસીને પાવડર બનાવી લો. ત્યારબાદ કોપરાની છીણ સહિતની શેકેલી વસ્તુઓનો પણ પાવડર બનાવી દો.
- પંજરી બનાવવા એક મોટું વાસણ લો. તેમાં ધાણાનો પાવડર અને કોપરાની છીણ સહિતની શેકેલી વસ્તુઓનો પાવડર મિક્સ કરી દો.
- આ મિશ્રણમાં હવે ખાંડનું બુરું ઉમેરીને બરાબર મિક્સ કરો. પંજરીના આ પ્રસાદમાં ડ્રાયફ્રુટ અથવા માવાને પણ ઉમેરી શકાય છે. જે પ્રસાદના સ્વાદમાં વધારો કરે છે.
ચોમાસાની ઋતુ દરમિયાન પ્રત્યેક વ્યક્તિમાં પિત્ત પ્રકોપનો ખૂબ ભરાવો જોવા મળે છે. ત્યારે આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તમ એવો પંજરીનો પ્રસાદ પિત પ્રકૃતિને શાંત કરવામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સાથે સાથે પંજરીનો પ્રસાદ સગર્ભા મહિલાઓ માટે પણ અતિ ઉત્તમ માનવામાં આવે છે. જેથી કૃષ્ણ જન્મોત્સવને લઈને હરિભક્તોમાં વહેંચવામાં આવતો પંજરીનો પ્રસાદ આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વપૂર્ણ મનાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. Shidhi Khaber તેની પુષ્ટિ કરતું નથી.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp